નેશનલ અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજયુકેશન પોલીસી અમલી: તા.1 જૂનના ત્રણ વર્ષના થયા હોય ત્યાં જ બાળકને હવે પ્રી-સ્કુલમાં પ્રવેશ: બાળકોને ‘અભ્યાસ’ માટે પણ ગાઈડલાઈન નિશ્ચીત
રાષ્ટ્રીય શિક્ષા નીતિ હેઠળ હવે ધો.1માં પ્રવેશ માટે બાળકની ઉમર 6 વર્ષની હોવાનું ફરજીયાત કરાયા બાદ રાજય સરકારે હવે પ્રી-સ્કુલ-એપોક પ્લેહાઉસ- કેજી-સિનીયર કેજીમાં પણ કોઈપણ બાળકને 3 વર્ષ થયા હોવા જરૂરીનો નવો નિયમ અમલી બનાવ્યો છે. મતલબ કે દરેક શૈક્ષણિક વર્ષમાં તા.1 જૂનના રોજ જે બાળક ત્રણ વર્ષનો થયો હોય તેને જ પ્રીસ્કુલમાં પ્રવેશ અપાશે. દેશમાં નેશનલ અલી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજયુકેશન પોલીસી અમલમાં મુકવામાં આવી છે. જેમાં પ્રી-સ્કુલના કોઈપણ સ્વરૂપમાં બાળક ત્રણ વર્ષનો હોય તે નિશ્ચીત કરાયું છે.
- Advertisement -
હાલ નર્સરી-પ્લેહાઉસ જેવી સંસ્થાઓ અસંગઠીત છે અને તેમાં મોટાભાગની વ્યક્તિગત કે પછી નાના સ્તરે ચાલે છે પણ હવે પ્રી-સ્કુલને પણ જીલ્લા શિક્ષણ અધિકારી હેઠળ મુકવામાં આવ્યા છે અને તેમાં બાળકોને પણ પ્રી-એજયુકેશન અપાય તે પણ નેશનલ અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજયુકેશન હેઠળ જ આપવામાં આવશે. આ માટેનો કોર્ષ પણ માન્ય કરવામાં આવ્યો છે. આ પ્રકારે તમામ પ્રી-સ્કુલે આગામી 12 માસમાં તેનું ડીઈઓ તથા જે તે શિક્ષણ ઓથોરીટી સમક્ષ રજીસ્ટ્રેશન કરાવી લેવું પડશે. આ શિક્ષણ માટે કલાસરૂમ વિ.ની પણ નિશ્ચીત વ્યાખ્યા અને સ્થિતિ માટે નિયમો બનાવાયા છે.
દરેક કલાસરૂમ 8 સ્કવેર ફુટના હોવા જોઈએ અને જે શિક્ષકો છે તે શિક્ષણ વિભાગના નિયમો મુજબ તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. જો કે અગાઉ નેશનલ ફ્રેમવર્ક મુજબ પ્રવેશ માટે ચાર વર્ષની ઉંમર નિશ્ચીત કરવા ભલામણ થઈ હતી અને તે દલીલ કરવામાં આવી હતી કે બાળકના શારીરિક-માનસિક વિકાસમાં 3થી8 વર્ષની ઉમર મહત્વની હોય છે. વાસ્તવમાં પ્રી-સ્કુલને કાનૂન નિયમની મર્યાદામાં લાવવામાં આવી તે એક સારી બાબત હોવાનું જણાવાયુ છે તેમાં ભાગે જ કઈ નોંધણી ધરાવતી કે કોઈ ચોકકસ નિયમોના આધારે ચાલતી હોય છે જે હવે રેગ્યુલેટ થશે.