મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત કેડરના IAS અધિકારી શ્રી ગુરુપ્રસાદ મહાપાત્રાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે
તેમણે જણાવ્યું છે કે શ્રી મહાપાત્રાના અવસાનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી આપણે ગુમાવ્યાં છે.
- Advertisement -
પ્રભુ તેમના દિવ્ય આત્માને સદગતિ અર્પે તેમજ તેમના પરિવારને સ્વ.મહાપાત્રાના અવસાનથી આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના પણ મુખ્યમંત્રીશ્રી એ કરી છે.