શ્રીબાઇ માતાજીના નૂતન મંદિર પ્રાણ પ્રતિઠામાં સીએમ ઉપસ્થિત
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સમસ્ત પ્રજાપતિ સમાજના શ્રદ્ધાના કેન્દ્ર અને પૌરાણિક પાવન આસ્થા સ્થાન અને પવિત્ર યાત્રાધામ શ્રીબાઈ માતાજીના ધર્મસ્થાનમાં નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા આજે તાલાલા ખાતે આવી પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
હેલિપેડ ખાતે મહાનુભાવોના સ્વાગત-સત્કાર માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમાર, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ જાજડિયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.