યોકોહામા શહેરમાં જવા થયા હતા રવાના
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વાયબ્રન્ટ સમિટ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ જાપાનના પ્રવાસે છે. ત્યારે તેમણે આજે જાપાનમાં બુલેટ ટ્રેનમાં સફર કરી હતી.ગુજરાતમાં પણ બુલેટ ટ્રેન બની રહી છે, ત્યારે તેમણે બુલેટ ટ્રેનમાં બેસીને તેની સફરનો અનુભવ કર્યો હતો.
જાપાન પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકો સાથે વાત કરી હતી.જાપાનમાં એક સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા. ત્યારબાદ ગ્રીન હાઇડ્રોજન અને સેમી કંડક્ટર, ઇ મોબીલીટ આ તમામ સેક્ટર્સમાં ગુજરાત હવે ધીરે ધીરે હબ બનવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે જાપાનમાં પણ આ ત્રણેય પ્રોજેક્ટને લઇને મહત્વપૂર્ણ કામગીરી ચાલી રહી છે. તેને લઇને જાપાનમાં બેઠકોનો દોર થયો હતો.
બિઝનેસ અને કલ્ચર રિલેશનને લઇને પણ બેઠક કરવામાં આવી હતી. ૠ20માં પણ આ બેઠક યોજાઇ હતી.આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ડેલીગેશને જાપાનમાં બુલેટ ટ્રેનની સફર કરી હતી.બુટેન ટ્રેન મારફતે તેઓ યોકોહામા સિટી જવા રવાના થયા હતા.ત્યાં તેમણે સેન્ટ્રલ ગાર્ડનની મુલાકાત લીધી હતી.યોકોહામાં ભારત સાથે ઐતિહાસિત સંબંધો ધરાવતુ શહેર છે.
જાપાનના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રમાણે ગુજરાતમાં કેવી રીતે વિકાસની ગતિ સાધી શકાય આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.