ગઈકાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, હાઈ કોર્ટ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, કલેકટર પ્રભવ જોશી, કમિશનર રાજુ ભાર્ગવએ તેમનું સ્વાગત કર્યું
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય વાય. ચંદ્રચુડના હસ્તે આજે રાજકોટ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ થશે. આ સંદર્ભે મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચુડ દિલ્હીથી ગુજરાત તેમના પત્ની કલ્પના દાસ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ગઈકાલે સાંજે ઈન્ડિગો વિમાન મારફત આવી પહોંચ્યા હતા.
- Advertisement -
જ્યાં તેમનું ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, રાજ્યના કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એન.વી અંજારીયા, કાયદા વિભાગના સચિવ પી.એમ.રાવલ, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રાજકોટ જિલ્લાના મુખ્ય ન્યાયમૂર્તિ આર.ટી.વાછાણીએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.
લેટ થયું તેથી સીધા હોટલ સિઝન્સ પહોંચ્યા
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ તથા તેમના પત્ની રાજકોટ પહોંચ્યા બાદ મોડું થઈ જતાં તેઓનું હેલિકોપ્ટર સોમનાથ માટે ન ટેક ઓફ થઈ શક્યું. તેથી સીધા હોટલ સીઝન્સ પહોંચ્યા હતા. તેઓ હોટલ સીઝનમાં સીધા સ્યુટ રૂમમાં ગયા હતા. ત્યાં જ તેમને ભોજન લીધું હતું. ભોજનમાં ઇન્ટરનેશનલ – ગુજરાતી અને પંજાબી સાથોસાથ વિગન (દૂધ કે દૂધ આઈટમ વગર નું) ફ્યુઝન ફૂડ માણ્યું હતું.
- Advertisement -
ત્યારબાદ ચંદ્રચુડ દંપતી સીધા સવારે 8.30 કલાકે સીઝન હોટલ પાસે આવેલ હેલિપેડ પર પહોંચી, હેલિકોપ્ટર મારફત સોમનાથ તથા દ્વારકા દર્શન કરવા નીકળ્યા હતા. આજે બપોરે તેઓ 2 વાગ્યે પરત ફરશે અને લંચ સીઝન હોટલ ખાતે લેશે અને ત્યારબાદ નવા કોર્ટનું ઉદઘાટન કરશે.



