છત્તીસગઢમાં બીજેપીની સરકાર બન્યા પછી મંત્રીમંડળના વિસ્તારને લઇને લોકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. આજે બપોરે 12 વાગ્યાથી સીએમ વિષ્ણુદેવના નવા મંત્રિમંડળનો વિસાતર થવા જઇ રહ્યો છે. આ વાતની જાહેરાત મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે કરી છે. સાય કેબિનેટના શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં આયોજન કરવામાં આવશે. કુલ 9 વિધાયકોને રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન મંત્રી પદની શપથ લેવડાવશે.
સીએમ વિષણુદેવ સાયે ગઇકાલે જાહેરાત કરતાં કહ્યું કે, 9 વિધાયકોને નવા મંત્રીમંડળમાં સામેલ કરવાની સાથે આજે કેબિનેટનો વિસ્તાર કરશે. બહુ જલ્દી જ વિભાગોનો પણ વિસાતર થશે. ત્યાર પછી એક બીજા કેબિનેટનો વિસ્તાર થશે, જેમાં એક વિધાયકને મંત્રી પદની શપથ લેવડાવવામાં આવશે.
- Advertisement -
આ વિધાયકો મંત્રીઓ તરીકે શપથ લેશે
– બ્રિજમોહન અગ્રવાલ
– રામવિચાર નેતામ
– કેદાર કશ્યપ
– દયાલદાસ બઘેલ
– લખન દેવાંગન
– શ્યામ બિહારી જાયસવાલ
– ઓપી ચૌધરી
– ટંકરામ વર્મા
– લક્ષ્મી રાજવાડે
સીએમ સહિત 13થી વધારે વિધાયકો મંત્રીમંડળમાં સામેલ
સંવૈધાનિક વ્યવસ્થા અનુસાર, છત્તીસગઢમાં સીએમ સહિત વધારેમાં વધારે 13 મંત્રી હોય શકે છે. હાલમાં સાય કેબિનેટમાં ત્રણ સભ્યો છે. જેમાં મુખ્યમંત્રી સાય અને બે ડેપ્યુટી સીએમ ક્રમશ: અરૂણ સાવ અને વિજય શર્મા સામેલ છે, જેમાં રાજ્યમાં બીજેપીની સરકાર બન્યા પછી 13 ડિસેમ્બરના શપથ લીધી હતી.