જખઈના દરોડામાં જ્વલનશીલ પ્રવાહી સહિત કુલ 74 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લા પર બઝમી જેમ નજર માંડીને બેઠી રહેલી ગાંધીનગર એસ.એમ.સી દ્વારા વારંવાર અસામાજિક પ્રવૃતિઓ પર દરોડા કરી સ્થાનિક પોલીસનું નાક કાપી રહી છે તેવામાં ફરી એક વખત સાયલા તાલુકાના વખતપર ગામ નજીક હોટેલની આડમાં ચાલતા કેમિકલ અને પેટ્રોલ -ડીઝલના ગેરકાયદે વેચાણ પર દરોડો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સાયલાના વખતેપર ગામના બોર્ડ નજીક આવેલી તિરંગા હોટલમાં ચાલતા ગેરકાયદેસર કેમિકલ અને પેટ્રોલ ડીઝલના વેચાણ અંગેની બાતમી ગાંધીનગર એસ.એમ.સી ટીમને મળતા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સી ટીમે 21 માર્ચના રોજ દરોડો કર્યો હતો
- Advertisement -
જે દરોડા દરમિયાન કેમિકલ 30 હજાર લિટર કિંમત 23.16 લાખ, સી 9 કેમિકલ 50 લીટર 2500 રૂપિયા, 390 લીટર પેટ્રોલ કિંમત 37500 રૂપિયા, ડીઝલ 520 લિટર કિંમત 46800 રૂપિયા, ત્રણ વાહન કિંમત 50.15 લાખ રૂપિયા, એક મોબાઇલ 5 હજાર રૂપિયા, રોકડ 37,700 રૂપિયા, 29 નંગ કેરબા કિંમત 1520 રૂપિયા, બે ઇલેક્ટ્રિક મોટર કિંમત 2000 રૂપિયા કુલ મળી 74,68,300/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હોટેલ સંચાલક ધર્મેન્દ્રસિંહ રાજેશ બહાદુર રાજપૂત રહે મૂળ: યૂપી વાળાની ધરપકડ કરી નાશી જનાર કરશનભાઈ લખમણભાઇ લાંબા, વલકુભાઈ ઉર્ફે જકાતભાઈ માતરભાઇ ખાચર, કનુભાઈ ઉર્ફે કાળુ ખીમાભાઇ લાંબા, રઘુભાઈ વાનાભાઈ બાંભા સહિત ટેન્કર, બાઈક અને બોલરોના ચાલક સહિત કુલ સાત શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.