દર મહિને થતી સલામતીના ભાગરૂપે થતી રૂટિન પ્રક્રિયા મુજબની કામગીરી
રાજકોટ જામનગર રોડ ઉપર આવેલ નવી કોર્ટ ખાતે સવારે એસઓજી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર કોર્ટ સંકુલમાં ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દર મહિને સલામતીના ભાગરૂપે રૂટિન પ્રક્રિયા મુજબ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ એસઓજી પીઆઇ એસ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જામનગર રોડ ઉપર આવેલી નવી કોર્ટ ખાતે સવારે ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં એસઓજી સ્ટાફ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો સ્ટાફ પણ જોડાયો હતો નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો તેમજ તમામ છ માળમાં વિવિધ કોર્ટ, કેન્ટીન, લોબી સહિતની જગ્યાઓ ઉપર ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દર મહિને સલામતીના ભાગરૂપે આ પ્રમાણે ચેકીંગ કરવામાં આવતું હોય છે આ રૂટિન કામગીરી અંતર્ગત આજે પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.



