સતત બીજા દિવસે PGVCLના દરોડા
ખાસ-ખબર સંવાદદાતા
મે મહિના બાદ હવે જૂન મહિનાની શરૂઆતના બીજા સપ્તાહની શરૂઆતથી ઙૠટઈક દ્વારા દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વહેલી સવારથી ઙૠટઈકની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન 2 હેઠળના વિસ્તારમાં અલગ અલગ 33 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, પાછલા મે મહિના દરમિયાન ઙૠટઈક દ્વારા રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તરોમાં દરોડા પાડી કુલ 1.14 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જયારે ગઈકાલે પ્રથમ દિવસે 28.79 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
મે મહિના બાદ જૂન મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી આજે સતત બીજા દિવસે અલગ અલગ 33 ટીમો દ્વારા સૈનિક સોસાયટી, ભોલેનાથ સોસાયટી, નવરંગપરા, પોપટપરા, રેસકોર્સ પાર્ક અને વાંકાનેર સોસાયટી સહિતના વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફિડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયોગ્રાફર, 13 એક્સ આર્મીમેન, 10 લોકલ પોલીસ અને 12 જછઙનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગઇકાલે ચેકિંગ દરમિયાન એક દિવસમાં 36 ટીમો દ્વારા 678 કનેક્શન ચેક કરી તેમાંથી 99 ક્નેક્શનમાંથી કુલ 28.79 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જયારે આજે પણ ચેકિંગ દરમિયાન લાખોની વીજચોરી ઝડપાઇ તેવી પુરી શક્યતા સેવાઈ
રહી છે.