આજે એ જ વિદ્યાર્થી નેતાઓ જેમના બળ પર શેખ હસીનાની સત્તા છીનવાઇ હતી તે જ વિદ્યાર્થી નેતાઓ આજે ઢાકાના શહીદ મિનાર પર એકઠા થઈને ક્રાંતિની ઘોષણા કરવા જઈ રહ્યા છે
બાંગ્લાદેશથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ અશાંતિ વધી છે. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, આ દેશમાં વધુ એક બળવો થઈ શકે છે. આજે એ જ વિદ્યાર્થી નેતાઓ જેમના બળ પર શેખ હસીનાની સત્તા છીનવાઇ હતી તે જ વિદ્યાર્થી નેતાઓ આજે ઢાકાના શહીદ મિનાર પર એકઠા થઈને ક્રાંતિની ઘોષણા કરવા જઈ રહ્યા છે.
- Advertisement -
‘જુલાઈ ક્રાંતિ’ની જાહેરાત
એક અહેવાલ મુજબ મુહમ્મદ યુનુસની પ્રેસ વિંગે જાહેરાત કરી હતી કે વચગાળાની સરકાર ‘જુલાઈ ક્રાંતિ’ની જાહેરાત કરવા જઈ રહી છે. તેને વિદ્યાર્થીઓ અને તમામ રાજકીય પક્ષોની મદદથી તૈયાર કરવામાં આવશે અને થોડા દિવસોમાં દેશવાસીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સમાચાર મળતાની સાથે જ વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા નેતાઓએ ઈમરજન્સી બેઠક બોલાવી અને કહ્યું કે ‘જુલાઈ ક્રાંતિ’ની જાહેરાત સરકાર દ્વારા નહીં પરંતુ તેમના દ્વારા કરવામાં આવશે.
મંગળવાર, 31 ડિસેમ્બર 2024 ના રોજ શહીદ મિનાર ખાતે યોજાનારી રેલીમાં આની જાહેરાત કરવામાં આવશે. મુવમેન્ટ કોઓર્ડિનેટર હસનત અબ્દુલ્લાએ કહ્યું, અમે જલ્દી જ અમારા નિર્ણયની જાહેરાત કરીશું. આ પછી મુહમ્મદ યુનુસના પ્રેસ સચિવે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું અને કહ્યું કે ‘જુલાઈ ક્રાંતિ’ અંગેની જાહેરાત માટે સરકાર દ્વારા કોઈ તૈયારી કરવામાં આવી નથી.
- Advertisement -
શું-શું બદલાઈ શકે છે?
દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશના બંધારણને બદલવાની આડમાં પહેલા તેનું નામ બદલવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશની ઇસ્લામિક ખિલાફત, ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઇસ્ટ પાકિસ્તાન અને ઇસ્લામિક રિપબ્લિક ઑફ બાંગ્લાદેશમાંથી બાંગ્લાદેશનું નામ પસંદ કરી શકાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બાંગ્લાદેશમાં સુન્નત અને શરિયા પણ લાગુ થઈ શકે છે. એટલું જ નહીં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પાસેથી બળજબરીથી રાજીનામું લઈ શકાય છે.
બંધારણને દફનાવવામાં આવશે?
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેઓ વર્ષ 1972માં બનેલા બાંગ્લાદેશના બંધારણને દફનાવશે. આ ‘મુજીબિસ્ટ ચાર્ટર’ છે. તેનાથી જ ભારતને બાંગ્લાદેશ પર શાસન કરવાની છૂટ મળી છે. ખાલિદા ઝિયાના નેતૃત્વવાળી પાર્ટીએ કહ્યું, જો બંધારણમાં કંઈક ખોટું છે તો તેને બદલી શકાય છે, સમગ્ર બંધારણને નષ્ટ કરવું એ ખોટો નિર્ણય હોઈ શકે છે.