ગિરનાર પર વર્ષે લાખો યાત્રિકો પધારે છે પણ મોબાઈલ નેટ નથી
પરિવાર સાથે આવતા યાત્રિકો અન્ય સાથે સંપર્ક કરવા મુશ્કેલી વેઠે છે
- Advertisement -
ગિરનાર પર વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા
ખાસ-ખબર સંવાદદાતા
ચંદ્રયાન ચંદ્ર પર પોહચી ગયું પણ ગિરનાર પર્વત પર હજુ સુધી મોબાઈલ ફીકવન્સી નથી પહોચી એ વાત સ્વીકારવી રહી જૂનાગઢ ગિરનાર એ હિમાલયનો પ્રપિતામહ કહેવાય છે અને વર્ષોથી ગિરનાર પર્વત પર વિકાસ થવાની ગાથા ગવાય છે પણ હજુ સુધી વિકાસની વરવી વાસ્તવિકતા જોવા મળેછે ભલે રોપ-વે બની ગયો લોકો આઠ મીનીટમાં ગિરનાર પોહચી જાય છે પણ મોબાઈલમાં નેટ નહી મળતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગિરનાર પર્વત પર અનેક ધર્મ સ્થાનો આવેલા છે અને વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો ગિરનાર દેવ દર્શન કરવા પધારે છે ત્યારે પરીવાર સાથે આવતા યાત્રિકો અનેકવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગિરનાર પર જયારે પરીવાર અથવા મિત્ર વર્તુળ સાથે આવતા હોઈ ત્યારે સીડી પર આગળ પાછળ થઈ જતા હોય છે અથવા તો સીડી પર કોઈ અઘટિત બનાવ બને ત્યારે એકબીજાના સંપર્ક માટે મોબાઈલ નેટ નહિ મળતા લાચારી અનુભવે છે અને ના છૂટકે મજબૂરીથી ચલાવું પડે છે. એકતરફ ગિરનારને વર્ષોથી ડેવલોપ કરવાની વાતો થાય છે ત્યારે મોબાઈલ ફીકવન્સી માટે કોઈ મોટી વાત નથી આજે દેશ દુનિયામાં ઓનલાઇન સિસ્ટમ હરણફાળ ભરી રહ્યું છે તેવા સમયે ગિરનાર પર મોબાઈલ મુંગા થઈ જાય છે જેના લીધે ગિરનાર આવતા ભાવિકો પારાવાર મુશ્કેલી અભુભવે છે છેલ્લા ઘણા સમયથી એટેકના કિસ્સા વધ્યા છે જેમાં ખાસ યુવાનોમાં હદય બંધ પડવાથી મૃત્યુ નિપજ્યાના બનાવો સામે આવ્યા છે એવા સમયે જયારે કોઈપણ ભાવિકને ગભરામણ થાય અથવા તો સીડી પરથી પગ લપસે અને ઇજા થાય એવા સમયે ભાવિક પાસે માત્ર એક સહારો હોય છે તે મોબાઈલ એવા સમયે મોબાઈલ નેટવર્ક ન મળે ત્યારે ભાવિક લાચારી અનુભવે છે અને અન્ય ભાવિક આસપાસ હોઈ તો સહારો મળે બાકી જે ઘટના બનાવની હોય તેને કોઈ રોકી શકે નહિ.
ગિરનાર પર્વત એટલે સમસ્યાનો ગઢ
દેશ અને ગુજરાતનું ગૌરવ એટલે ગિરનાર પણ ગીરનાર પર્વત સમસ્યાનો ગઢ બનતો જાય છે એક તરફ ગિરનારને યાત્રાધામ તરીકે અગ્રીમ હરોળમાં સ્થાન મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે પણ વર્ષોથી પાણી, વીજળી, સીડીની સમસ્યા સાથે મોબાઈલ નેટવર્ક સમસ્યા સાથે ગઢ વિકાસ થવાની રાહ જોઈને બેઠો છે કયારે સમસ્યા ઉકેલાશે તેતો હવે ગીરનારી મહારાજ જાણે.