વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ચંદ્રયાન-3ની સફળતાથી એટલા ઉત્સાહિત હતા કે તેઓ પીએમ મોદીની બાજુની સીટ પર બેસવા માંગતા હતા.
ચંદ્રયાન-3 (Chandrayaan-3)ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ વિશ્વના તમામ દેશો ભારત અને ઈસરોના વૈજ્ઞાનિકોના ભરપૂર વખાણ કરી રહ્યા છે. જેમાં પાડોશી દેશ પાકિસ્તાન પણ સામેલ છે. ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર એટલે કે ઈસરો (ISRO)ની પ્રશંસા કરી છે. વિશ્વભરના દેશોએ ભારતના વૈજ્ઞાનિકોની સફળતાનો સ્વીકાર કર્યો છે. ચંદ્રયાન 3 જ્યારે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકામાં હતા. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ચંદ્રયાન-3ની સફળતાથી એટલા ઉત્સાહિત હતા કે તેઓ પીએમ મોદીની બાજુની સીટ પર બેસવા માંગતા હતા. આ માહિતી વિદેશ મંત્રી એસ.જયશંકરે આપી છે.
- Advertisement -
બ્રિક્સ દેશોની અંદર પર ચંદ્રયાનને લઈને ચાલી રહી હતી ચર્ચા
એસ.જયશંકરે જણાવ્યું કે, સિરિલ રામાફોસા આવું એટલા માટે કરવા માંગતા હતા, જેથી ચંદ્રયાનની સકારાત્મક અનુભૂતિ તેમને પણ થાય. વિદેશ મંત્રીએ જણાવ્યું કે, “જ્યારે અમે રિટ્રિટ પહોંચ્યા, ત્યારે ચંદ્રયાન વિશે થોડી ચર્ચા થઈ. બીજા દિવસે અમે સવારના સેશનમાં ભાગ લીધો અને પછી પીએમ વીડિયો ક્રોન્ફ્રન્સિંગથી ઈસરોના લાઈવ પ્રોગ્રામમાં સામેલ થવા માટે ચાલ્યા ગયા હતા. બીજા દિવસે બ્રિક્સ દેશોની અંદરની ચર્ચાઓ પણ ચંદ્રયાન પર કેન્દ્રિત હતી.
રાષ્ટ્રપતિ રામાફોસાએ સ્ક્રીન તરફ કર્યો હતો ઈશારો
એસ.જયશંકરે કહ્યું કે, ’23 ઓગસ્ટે જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરી રહ્યું હતું, ત્યારે હું કોન્ફરન્સ રૂમમાં બ્રિક્સ સમિટમાં ભાગ લઈ રહ્યો હતો. ખૂણામાં એક મોટી સ્ક્રીન હતી. તે સમયે વિચલિત થયા વિના વાત કરવી મારા માટે મુશ્કેલ હતી.’ તે દરમિયાન આફ્રિકન રાષ્ટ્રપતિ રામાફોસાએ સ્ક્રીન તરફ ઈશારો કરીને મને કહ્યું કે, ‘વિદેશ મંત્રીજી, તમને તો એવું લાગી રહ્યું છે કે જાણે ચંદ્રયાન ઉપર છે.’
મોદીની બાજુમાં બેસવા માંગતા હતા રામાફોસાઃ વિદેશમંત્રી
વિદેશ મંત્રી એસ.જયશંકરે વધુમાં કહ્યું કે, “તે સાંજે બ્રિક્સ પ્લસ કાર્યક્રમમાં લગભગ 50 અન્ય દેશોના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ હતા. ત્યારે ભાષણ કોઈ રાષ્ટ્રપતિનું હતું. મને લાગે છે કે ત્યારે ચંદ્રયાનનો વિષય ત્યાંના લોકોની કલ્પનામાં ઉતરી ચૂક્યો હતો. રામાફોસાએ ચંદ્રયાન પર જે સ્પીચ આપી તે ત્યાં હાજર દરેકની સામૂહિક લાગણી હતી. હકીકતમાં તેઓએ કહ્યું કે હું પીએમ મોદીની બાજુમાં બેસવા જઈ રહ્યો છું અને મને આશા છે કે તેની થોડી અસર મારા પર પડશે (રામાફોસાએ કહ્યું કે તેઓ પીએમ મોદીની બાજુમાં બેસવાના છે, જેથી તેમને સારા વાઇબ્સ મળે…).