Chandrayaan-3 ચંદ્ર સુધી જવા માટે એક્સપ્રેસ-વે પર ઉતરી ચુક્યું છે. એટલે કે અંતરિક્ષના એ હાઈવે પર જ્યાંથી તેને 6 દિવસ સુધી યાત્રા કરવાની છે. ત્યાર બાદ તે ચંદ્રમાની કક્ષામાં પહોંચી જશે. હાઈવે પર ચંદ્રયાનને પાંચ ઓગસ્ટ સુધી યાત્રા કરવાની છે. તે દિવસે જ તેને ચંદ્રની પહેલી ઓર્બિટમાં નાખવામાં આવશે.
ISROનું Chandrayaan-3 એક ઓગસ્ટની પાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે ધરતીની ચારેબાજુ પાંચમા ઓર્બિટથી ટ્રાન્સ લૂનર ટ્રેજેક્ટરીમાં નાખવામાં આવ્યું. આ પ્રક્રિયાને ટ્રાન્સર લૂનર ઈન્ડેક્શન કહેવામાં આવે છે. એટલે કે ધરતીના રસ્તાને છોડીને હવે તે ચંદ્રમાની તરફ જવા માટે હાઈવે પર જઈ ચુક્યું છે.
- Advertisement -
Chandrayaan-3 Mission:
The orbit-raising maneuver (Earth-bound perigee firing) is performed successfully from ISTRAC/ISRO, Bengaluru.
The spacecraft is expected to attain an orbit of 127609 km x 236 km. The achieved orbit will be confirmed after the observations.
- Advertisement -
The next… pic.twitter.com/LYb4XBMaU3
— ISRO (@isro) July 25, 2023
આમ તો ઈસરોએ આ કામ માટે Chandrayaan-3ને ઈન્ટિગ્રેટેડ મોડ્યુલના એન્જિનને લગભગ 20થી 26 મિનિટ માટે ઓન કર્યું હતું. પ્લાનિંગ તો 12.30 થી 12.23 વાગ્યાની વચ્ચે આ કામ કરવાની હતી. પરંતુ ઈસરો વૈજ્ઞાનિકો એક કરલાકનું માર્જિન લઈને ચાલી રહ્યા હતા. જેથી તોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. ચંદ્રયાનને ચંદ્રના હાઈવે પર નાખ્યા બાદ બીજી ઓર્બિટ મેન્યુવર કે ઓર્બિટ ઈન્જેક્શન 5 ઓગસ્ટે થશે. ત્યારે Chandrayaanને ચંદ્રના પહેલા મોટા ઓર્બિટમાં નાખવામાં આવશે. આવા પાંચ ઓર્બિટ મેન્યુવર થશે. જે 6 ઓગસ્ટ, 9 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 16 ઓગસ્ટ અને 17 ઓગસ્ટ સુધી થતા રહેશે. 17 ઓગસ્ટે જ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ અલગ થશે.
The achieved orbit is
127603 km x 236 km.
— ISRO (@isro) July 26, 2023
સરળ નથી ચંદ્રયાન-3નો રસ્તો
અલગ થયા પહેલા બન્ને મોડ્યુલ ચંદ્રના ચારે તરફ 100X100 કિમીના બીજા ઓર્બિટમાં ચક્કર લગાવશે. 18 ઓગસ્ટ 2023એ શરૂ થશે ડીઓર્બિટિંગ એટલે કે ડીબૂસ્ટિંગ. લેન્ડર મોડ્યુલરની ગતિને ઓછી કરવામાં આવશે.
ગતિ ઓછી કરવી, દિશા પલટવી મુશ્કેલ કામ
આ ઓર્બિટથી ચંદ્રની તરફ જવા માટે ગતિને 2.38 કિમી પ્રતિસેકન્ડથી ઓછી કરીને 1KM પ્રતિસેકન્ડ કરવામાં આવશે. બીજી ડીઓર્બિટિંગ 20 ઓગસ્ટે કરવામાં આવશે. ત્યારે ચંદ્રયાન-3ના લેન્ડરને 100X30 મીટરના લૂનર ઓર્બિટમાં નાખવામાં આવશે. ત્યાર બાદ 23 ઓગસ્ટની શાંજે 5.47 મિનિટ પર ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે.