ગત 14 જુલાઈએ લોંચ થયેલ ચંદ્રયાન-3 ગઈકાલે મંગળવારે પૃથ્વીની બહારની કક્ષામાં પહોંચી ગયુ હતું. ઈસરોનાં વૈજ્ઞાનિક ચંદ્રયાનને પૃથ્વીની કક્ષાથી બહાર કાઢવાની પાંચમી પ્રક્રિયામાં સફળ રહ્યા છે.
હવે યાન પૃથ્વીની કક્ષાથી પૂરી રીતે બહાર નીકળવા લાગશે અને એક ઓગસ્ટથી ચંદ્ર તરફ આગળ વધશે. ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન હજુ 1,27,609 ગુણ્યા 236 કિલોમીટરની કક્ષામાં છે. અર્થાત તે આવી અંડાકાર કક્ષામાં ઘૂમી રહ્યું છે. જેનું સૌથી ઓછુ અંતર 236 કિલોમીટર છે અને સૌથી વધુ અંતર 1,27,609 કિલોમીટર છે.
- Advertisement -
ચંદ્ર તરફ વધશે: ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 ને કક્ષામાં ઉપર ઉઠાવવાની પ્રક્રિયા ‘ટ્રાન્સલુનાર ઈન્જેકશન (ટીએલઆઈ) એક ઓગસ્ટની મધરાતે 12 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે શરૂ થશે. આગળની સફર: 1 ઓગસ્ટે મધરાત્રે ચંદ્રયાન ચંદ્ર તરફ વધશે.05 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચશે 16 ઓગસ્ટ સુધીમાં પાંચ તબકકામાં ચંદ્રની કક્ષામાં ફરશે. 23 ઓગસ્ટે લેન્ડરની ચંદ્ર પર સોફટ લેન્ડીંગ થશે.