ઉના ભાવનગર નેશનલ હાઈવે પર આજે સવારે લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે પર ગાંગડા ગામ નજીક સર્કલ બનાવવા ની માંગ ને લઈ લોકો એકઠા થયા હતા. લોકો એકઠા થઈ હાઇવે ચક્કાજામ કરે તે પહેલાં પ્રાંત અધિકારી અને હાઇવે ના અધિકારીઓ પહોંચ્યા હતા. ઉના ના ધારાસભ્ય કે.સી રાઠોડની હાજરીમાં લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. આગામી ત્રણ મહિનામાં સર્કલ બનાવી આપવા ખાત્રી અપાતા મામલો થાળે પડ્યો.ગાંગડા ગામથી 10 વધુ ગામનો પસાર થવું પડે છે. અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ જવાબ ન મળતા લોકો રસ્તો ચક્કાજામ કરવા એકઠા થયા હતા.
ઊના ભાવનગર નેશનલ હાઈવે પર લોકો દ્વારા ચક્કાજામ: સર્કલ બનાવવા માંગ
Follow US
Find US on Social Medias