જૂનાગઢ જિલ્લાના 23,451 ખેડૂતોએ પરંપરાગત કૃષિ છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના ખેત ઉત્પાદનોનું સર્ટિફિકેશન કરાવવું ફાયદાકારક છે, હવે ખેડૂતો પરંપરાગત કૃષિ છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના સર્ટિફિકેશનથી ગુણવત્તાની ખાતરી, ગ્રાહકોનો મજબૂત વિશ્વાસ અને બજારના ફાયદાનો મળે છે.
ખેડૂતો હવે પરંપરાગત કૃષિથી પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિની દ્રષ્ટિએ હવે જૂનાગઢ જિલ્લો પરિવર્તન લાવી રહ્યો છે. એક અંદાજ મુજબ જિલ્લાના 23,451 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે અને ઘર બેઠાં જ પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી રહ્યા છે.પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું સર્ટિફિકેશન એ સુનિશ્ચિત કરે છે કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતીના ધારા-ધોરણો અને નિયમોનું પાલન કરી રહ્યા છે, ઉપરાંત તેમની ખેત પેદાશોને માન્યતા આપે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતા ખેત ઉત્પાદનોની ગુણવત્તાની ખાતરી, ગ્રાહકોને મજબૂત વિશ્વાસ પૂરો પાડવો, છેતરપીંડીના નિવારણ અને બજારના ફાયદા માટે પ્રાકૃતિક ખેત ઉત્પાદનને સર્ટિફિકેશનની આવશ્યકતા રહે છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદન માટે સર્ટિફિકેશનનું મહત્વ એટલે પણ વધુ રહે છે, સર્ટિફિકેશન થકી પ્રમાણિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનને બજારમાં સ્પર્ધાત્મક લાભ પ્રાપ્ત થાય છે. સાથે તેની મદદથી રાસાયણિક ખેત ઉત્પાદન અને પ્રાકૃતિક ખેત ઉત્પાદન બંનેને અલગ અલગ તારવી શકાય છે.
ભારતમાં પ્રાકૃતિક ખેતી માટે કુલ ત્રણ પ્રકારની પ્રચલિત સર્ટિફિકેશન સિસ્ટમ છે. પ્રથમ થર્ડ પાર્ટી સર્ટિફિકેશન. જેમાં ગઙઘઙ (નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન) સિસ્ટમ અઙઊઉઅ એટલે કે, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી કે, જે વાણિજ્ય મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે સાથે તે મુખ્યત્વે નિકાસ હેતુઓ માટે ઓર્ગેનિક પેદાશો પર કેન્દ્રિત છે.