ગામડા કરતાં 74 ટકા વધુ
ગુજરાતમાં ગામડા કરતા શહેરી વિસ્તારના લોકોનો ખર્ચ 74 ટકા વધુ છે. ગ્રામ્ય વિસ્તારના પરિવારનો માસિક ખર્ચ સરેરાશ 3798 રૂપિયા છે તેની સરખામણીએ શહેરોમાં આ ખર્ચ રૂા.6621 છે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઘરગથ્થુ વપરાશ અને ખર્ચનો સર્વે રિપોર્ટ જારી કર્યો હતો તેમાં ગુજરાતને સ્પર્શતા મહત્વના રસપ્રદ આંકડા પણ જારી થયા છે. મહત્વની વાત એ છે કે રાષ્ટ્રીયકક્ષાએ ઘરગથ્થુ સરેરાશ ખર્ચ કરતા ગુજરાતમાં ખર્ચ થોડા વધુ છે. રાજકીય સ્તરે ગ્રામ્ય કક્ષાનો ઘરગથ્થુ વપરાશ- ખર્ચ સરેરાશ રૂા.3773 તથા શહેરીક્ષેત્રનો રૂા.6459 છે.
સર્વેમાં એવા તારણો નિકળ્યા છે કે ગામડામાં 47 ટકા તથા શહેરોમાં 40 ટકા ઘરગથ્થુ બજેટ ભોજન- ખાદ્યચીજો પાછળ વપરાય છે. શહેરી વિસ્તારોમાં ઘરગથ્થુ બજેટના 10.5 ટકાનો ખર્ચ ઠંડાપીણા, પેકેજડ ફુડમાં થાય છે. તબીબી ખર્ચ ગ્રામ્ય સ્તરે 7 ટકા તથા શહેરી વિસ્તારોમાં 6 ટકા થવા જાય છે.
શહેરી વિસ્તારોમાં લોકોનો સરેરાશ 6.5 ટકાનો ખર્ચ મકાનભાડામાં થાય છે જયારે સાત ટકા ખર્ચ ક્ધઝયુમર ડયુરેબલ પાછળ કરવામાં આવે છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગુજરાતની ખર્ચ પેટર્ન પણ અન્ય મોટા રાજયો જેવી જ માલુમ પડી રહી છે. જો કે, શહેરી તથા ગ્રામ્ય ખર્ચની ટકાવારીમાં અંતર્ગત નોંધપાત્ર છે. કારણ કે શહેરોમાં કન્વેયન્સ તથા ભોજન ખર્ચ વધુ રહેતો હોય છે.
- Advertisement -
દેશમાં સૌથી વધુ ઘરગથ્થુ ખર્ચ કર્ણાટકનો છે જયાં શહેરી વિસ્તારોનો સરેરાશ ઘરગથ્થુ વપરાશ ખર્ચ રૂા.7666 છે. જો કે, ગ્રામ્ય સ્તરે સૌથી વધુ 5924 રૂપિયાનો ખર્ચ કેરળનો છે. જયાં શહેરી વિસ્તારનો ખર્ચ 7078 છે. તામિલનાડુમાં શહેરી ખર્ચ 7630 તથા ગ્રામ્યનો 5310, આંધ્રપ્રદેશમાં સરેરાશ 6782 તથા 4870 છે. મહારાષ્ટ્રમાં શહેરી ખર્ચ 6657 તથા ગ્રામ્ય ખર્ચ 4000 છે.