લેટરલ એન્ટ્રીથી થનારી ભરતી પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યુપીએસીએ લેટરલ એન્ટ્રી દ્વારા કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી, એવામાં હવે મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી દીધી છે.
- Advertisement -
મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને UPSC દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં લેટરલ એન્ટ્રી પર મોટો નિર્ણય લીધો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રીની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંબંધમાં પર્સોનલ મિનિસ્ટર (DoPT)એ UPSC ચેરમેનને પત્ર લખીને UPSCને સીધી ભરતી રોકવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકાર હવે લેટરલ એન્ટ્રીમાં આરક્ષણ લાવવાનું વિચારી રહી છે. લેટરલ એન્ટ્રીમાં OBC/SC/ST માટે અનામત લાવી શકાય છે. યુપીએસીએ કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. જેમાં તમામ જગ્યાઓ માત્ર લેટરલ એન્ટ્રી દ્વારા ભરવાની હતી, હાલ લેટરલ એન્ટ્રી ભરતીમાં કોઈ અનામત નથી.
- Advertisement -
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે જોઈન્ટ સેક્રેટરી અને જોઈન્ટ કો-સેક્રેટરીની જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. પહેલા વિપક્ષે આ મુદ્દે મોરચો ખોલ્યો અને બાદમાં એનડીએના સહયોગીઓએ પણ આ નિર્ણયની ટીકા કરી. વિપક્ષનો દાવો હતો કે આનાથી અન્ય પછાત વર્ગો (OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના અનામત અધિકારો નબળા પડશે.
આ પછી, મંગળવારે બપોરે કેન્દ્ર સરકાર દ્વારા લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી પ્રક્રિયા અટકાવવાની માહિતી આપવામાં આવી હતી.
મનમોહન સિંહ, રઘુરામ રાજન, સામ પિત્રોડા… કોંગ્રેસના શાસનમાં આ લોકોની થઈ હતી લેટરલ એન્ટ્રી, ભાજપે ગણાવ્યા નામ
UPSCમાં લેટરલ એન્ટ્રી અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. તે દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવનું નિવેદન આવ્યું છે કે, કોંગ્રેસ લેટરલ એન્ટ્રી પર દેશને ગેરમાર્ગે દોરી રહી છે. વૈષ્ણવે કોંગ્રેસના શાસનમાં ડો. મનમોહન સિંહ અને મોન્ટેક સિંહ આહલુવાલિયાના લેટરલ એન્ટ્રીનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ ભ્રામક દાવા કરી રહી છે. આનાથી UPSCમાં SC/ST શ્રેણીની ભરતી પર કોઈ અસર થશે નહીં. કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે સ્પષ્ટતા આપી કે નોકરશાહીમાં લેટરલ એન્ટ્રી કોઈ નવી વાત નથી. 1970ના દાયકાથી કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો દરમિયાન લેટરલ એન્ટ્રી થઈ રહી છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને મોન્ટેક સિંહ આહલુવાલિયા આવી પહેલોના મુખ્ય ઉદાહરણો છે.
મંત્રીએ દલીલ કરી હતી કે નોકરશાહીમાં લેટરલ એન્ટ્રી માટે 45 પોસ્ટ્સ પ્રસ્તાવિત છે. આ સંખ્યા 4,500થી વધુ અધિકારીઓની ભારતીય વહીવટી સેવા (ઈંઅજ)ના કેડર સ્ટ્રેન્થના 0.5 ટકા છે. લેટરલ એન્ટ્રી બ્યુરોક્રેટ્સનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે અને બે વર્ષનું એક્સ્ટેન્શન શક્ય છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે મનમોહન સિંહ 1971માં તત્કાલીન વિદેશ વેપાર મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે લેટરલ એન્ટ્રી તરીકે સરકારમાં આવ્યા હતા અને નાણાં મંત્રી બન્યા હતા, બાદમાં વડાપ્રધાન બન્યા હતા. તેમણે કહ્યું કે લેટરલ એન્ટ્રીમાં અન્ય અગ્રણી લોકોમાં ટેકનોક્રેટ્સ સામ પિત્રોડા અને વી. કૃષ્ણમૂર્તિ, અર્થશાસ્ત્રી બિમલ જાલાન, કૌશિક બસુ, અરવિંદ વિરમાણી, રઘુરામ રાજન અને આહલુવાલિયાના નામ સામેલ છે.