ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારે સોમવારે કેટલીક ન્યૂઝ વેબસાઇટ્સ, ઘઝઝ પ્લેટફોર્મ અને ખાનગી ટીવી ચેનલોને માર્ગદર્શિકા જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તેણે ઓનલાઈન સટ્ટાબાજી કેન્દ્રોની જાહેરાતો બતાવવાથી દૂર રહેવું જોઈએ. આ માર્ગદર્શિકા માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ખાનગી ટીવી ચેનલોને ઓનલાઈન સટ્ટાબાજી કેન્દ્રોની જાહેરાતો બતાવવાથી દૂર રહેવાની સખત સલાહ આપવામાં આવે છે. સરકારે કહ્યું કે, માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારને યોગ્ય કાયદા હેઠળ સજા કરવામાં આવશે. ડિજિટલ મીડિયા અને ઘઝઝ પ્લેટફોર્મ પર સમાચાર અને વર્તમાન બાબતોના પ્રકાશકોને ભારતીય પ્રેક્ષકોને આવી જાહેરાતો ન આપવા માટે એક અલગ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. “ઓનલાઈન વિદેશી સટ્ટાબાજીના પ્લેટફોર્મ્સ હવે ડિજિટલ મીડિયા પર બેટિંગ પ્લેટફોર્મની જાહેરાત કરવા માટે સરોગેટ પ્રોડક્ટ તરીકે ન્યૂઝ વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યાં છે. આવા કિસ્સાઓમાં, મંત્રાલયે શોધી કાઢ્યું છે કે, સ્યુડો ન્યૂઝ વેબસાઇટ્સના લોગો સટ્ટાબાજીના પ્લેટફોર્મ જેવા જ છે.
ઑનલાઈન સટ્ટાબાજીની વેબસાઈટમાં જૂઠાણાને પ્રોત્સાહન
માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે, “સટ્ટાબાજીનું પ્લેટફોર્મ કે ન્યૂઝ વેબસાઈટ ભારતમાં કોઈપણ વૈધાનિક સત્તા હેઠળ નોંધાયેલ નથી. આવી વેબસાઇટ્સ સમાચારની આડમાં સ્યુડો-જાહેરાતોના રૂપમાં સટ્ટાબાજી અને જુગારને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ઓનલાઈન ગેમિંગ તરીકે પ્રમોટ કરવામાં આવે છે. તેણે ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની સૂચક યાદી પણ પ્રદાન કરી છે જે સ્યુડો-જાહેરાત માટે સમાચારનો ઉપયોગ કરી રહ્યાં છે.
- Advertisement -
ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે
માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે, દેશના મોટાભાગના ભાગોમાં સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર હોવાથી આ સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો તેમજ તેમના ભાડા ગેરકાયદેસર છે. આ એડવાઈઝરીઝ ક્ધઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 અને આઈટી નિયમો 2021 હેઠળ જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે આવી જાહેરાતો આ નિયમોનું ઉલ્લંઘન કરે છે. મંત્રાલયે ટીવી ચેનલો, ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ્સને આ પ્રકારની જાહેરાતો અને સરોગેટ પ્રોડક્ટ્સની જાહેરાતોથી દૂર રહેવાની સખત સલાહ આપી છે, જો ઉલ્લંઘન કરવામાં આવશે તો કડક કાર્યવાહી થઈ શકે છે.