સેલિબ્રિટીઝનો જમાવડો: ઉત્સાહમાં ઠેકડા મારતી સાક્ષી ધોનીને માહીએ શાંત પાડી, ક્રિકેટ અને બોલિવૂડના સમન્વયથી સ્ટેડિયમમાં ગ્લેમરનો તડકો
ભારતની જીત બાદ રાજકોટિયન્સની હાથમાં તિરંગો લઇ શાનદાર ઉજવણી
- Advertisement -
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ભારતની જીત બાદ રાજકોટમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. ખાસ કરીને હાલમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપ 2026ની સેમી ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હોવાથી ક્રિકેટપ્રેમીઓમાં ભારે આનંદ છવાયો છે. રાજકોટ હંમેશા ક્રિકેટ માટે જાણીતું રહ્યું છે અને આ મોટી જીત બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મેચ પુરી થતાની સાથે જ મોટી સંખ્યામાં યુવાનો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઢોલ-નગારાના તાલે ઈન્ડિયા..ઈન્ડિયાના નારા લગાવી ફટાકડા ફોડી ભારતની જીતને વધાવી લેવામાં આવી હતી.



