વિજય રૂપાણીએ રાજકોટમાં ઉત્તરાયણ મનાવી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી. પરિવાર સાથે પતંગ ચગાવતાં ચગાવતાં રૂપાણી પણ આગવા અંદાજમાં જોવા મળ્યા. જો કે ઢીલ દઈને પતંગ કાપવાના પ્રયાસમાં રૂપાણીનો પતંગ કપાઈ ગયો. પતંગ ઉડાડવાની મજા માણતાં રૂપાણીએ કહ્યું કે, તેમણે ક્યારેય કોઈને કાપવાની રાજનીતિ કરી નથી, તેમણે હંમેશા લોકોને જોડવાનું કામ કર્યું છે.
- Advertisement -
હેમંત ચૌહાણએ પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી
આજે ગુજરાતના જાણીતા કલાકાર હેમંત ચૌહાણએ પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. સરકારની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર જરૂર ન હતું પરંતુ તેઓ પોતાના પરિવાર સાથે ધાબા પર હાર્મોનિયમ સાથે સંગીતની મજા માણી ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. અને આપણી મજામાં અબોલ પક્ષીઓની કાળજી રાખવા લોકોને અપીલ કરી હતી.
રાજકોટમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે પરિવાર સાથે ઉતરાયણ મનાવી
- Advertisement -
રાજકોટિયન્સ મકરસંક્રાતિના પર્વની ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી ઉજવી કરી હતી. સામાન્ય લોકોની સાથે સાથે સેલિબ્રિટી પણ આજના આ પર્વની ઉજવણી મિત્રો અને પરિવાર સાથે કરી રહ્યા છે. રાજકોટ ખાતે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ તેમના પરિવાર અને મિત્રો સાથે ઉજવી કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાળપણની એક યાદ આવે છે બાળપણમાં તેઓ ગામડામાં રહેતા અને બપોર સુધી પતંગ લૂંટતા અને સાંજે પતંગ ઉડાવતા હતા. આજનો આ એવો દિવસ છે કે આજના દિવસે કોઈ મુહૂર્ત જોવાની જરૂરિયાત રહેતી નથી. આજના દિવસે દાનપુન કરવું પણ ખુબ જ લાભદાયી માનવામાં આવે છે.
ગણ્યાગાંઠા રાજકોટીયન્સ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાતિ ઉજવણી કરી હતી. પવન સારો હોવા છતાં આકાશ દર વખતની માફક પતંગો ઊડતી જોવા નહોતી મળી. આ સાથે રાજકોટ જિલ્લાના જેતપુર બેઠકના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ઉતરાયણ પર્વની પરિવાર સાથે કરી ઉજવણી હતી.