જૂનાગઢ હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે. એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજબ મહાસુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે. જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્યુઆરી મહિનાના અંતમાં આવે છે. ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ઉપક્રમે વસંતપંચમીની ઉજવણી આચાર્ય શ્રી ડો. બલરામ ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્સ્વતી પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતીના અધ્યાપક અને કવિ ડો.કૌશિકભાઈ પંડ્યાએ હિંદુ ધર્મના તહેવારોની મહતા અને સાર્થકતા વિશે વાતો કરી સહુને ભારતીય જ્ઞાન પરંપરાથી અવગત કરાવ્યા હતા.
જૂનાગઢમાં સાહિત્ય પરિષદના ઉપક્રમે વસંત પંચમીની ઉજવણી
Follow US
Find US on Social Medias