ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા તેના હસ્તકના સખી વન સ્ટોપ સેન્ટર, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરનાં કર્મચારીઓ દ્વારા જિલ્લા જેલનાં કર્મચારીઓ અને કેદીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જેલનાં કેદીઓ કે જેઓ પોતાના પરિવારથી દુર છે તેમને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. ઉપરાંત પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડનાં જવાનો, સેલટર રૂમ મહા નગરપાલિકા, ચિલ્ડ્રન હોમનાં બાળકો તથા વરિષ્ઠ નાગરિકોને રાખડી બાંધવામાં આવી હતી અને મહિલા સુરક્ષાનું વચન લેવામાં આવ્યું હતું.