જુનાગઢ જિલ્લાના નાનકડા એવા ગામ કાથરોટાની માધ્યમિક શાળામાં ભારતીય સંસ્કૃતિના નિસ્વાર્થ પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધન પર્વની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રવિ સોમ રજા હોવાને કારણે શનિવારે જ આ પર્વની શ્રેષ્ઠ રીતે ઉજવણી કરવામાં આવી વર્ષોથી આ પરંપરા આ શાળામાં થઈ રહી છે શાળાના આચાર્યશ્રી દીપકભાઈ ઓરિયા, શિક્ષક જગદીશભાઈ ડાંગર , ગુલનાજ બેન મલેક તેમજ બલદેવપરી દ્વારા વિદ્યાર્થીઓને મનનીય અને પ્રેરણાદાયી વાતો કહેવામાં આવી. સૌપ્રથમ દરેક ભાઈઓનું કુમકુમ તિલક અને ચોખાથી બહેનો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ ભાઈ-બહેનના પવિત્ર સંબંધમાં વિદ્યાર્થીઓને ચિઠ્ઠી ઉપાડ દ્વારા દરેક બહેન ભાઈને રાખડી બાંધે અને પ્રતિક સ્વરૂપે ભાઈ દરેક બહેનને એક નાનકડી ભેટ એટલે કે પેન આપે આવી સરસ મજાની ઉજવણી માધ્યમિક શાળામાં કરવામાં આવી
જેમાં બલદેવપરી દ્વારા શ્લોક નું ગાન કરવામાં આવ્યું અને આ પવિત્ર વાતાવરણમાં બહેનોએ ભાઈઓને રક્ષાના બંધનથી રાખડી બાંધી આ પ્રસંગ નિમિત્તે સંસ્થાના વળા એવા ઓરિયા સાહેબ દ્વારા પણ સંસ્કૃતિને પૂજન કરતું મનનીય વક્તવ્ય પણ આપ્યું હતું વિદ્યાર્થી દ્વારા શિક્ષકોને પણ રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી અને શિક્ષક તરફથી દરેક બહેનોને પ્રતિક રૂપે પેન આપવામાં આવી સાંસ્કૃતિક વિરાસત અને ઉજાગર કરવા માટે અમો દૈનિક અખબાર ખાસ ખબર નો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.