રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરી ખાતે પાંચમાં દિવસે “પુસ્તક વાર્તાલાપ(બુક ટૉક) કાર્યક્રમ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા, બાબુભાઇ વૈધ લાઇબ્રેરીમાં “આઝાદી કા અમ્રુત મહોત્સવ” અંતર્ગત રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત તા. ૧૮-૧૧-૨૦૨૧ના રોજ પાંચમાં દિવસે “પુસ્તક વાર્તાલાપ(બુક ટોક” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ ન- ૯ ના કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાય તથા કાર્યક્રમના વક્તા ખ્યાતિ શાહ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ હતું. ઉપસ્થિત મહેમાનોનુ શબ્દોથી સ્વાગત લાઇબ્રેરીના લાઇબ્રેરીયન એન.એમ. આરદેશણાએ કર્યુ હતુ. જયારે ઉપસ્થિત મહેમાનોનુ પુસ્તક્થી સ્વાગત લાઇબ્રેરીના જુનિયર સહાયક ગ્રંથપાલ સુનિલ દેત્રોજા, મદદનીશ ગ્રંથપાલ તુપ્તીબેન પટેલ તથા સિનિયર ક્લાર્ક માનવેંદ્રસિહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતુ.
આ કાર્યક્રમમાં ખ્યાતી શાહ દ્વારા ટોલ્સટોયની સાવ નોખી અનોખી નવલકથા “Resurrection”નો માવજી કે. સાવલા દ્વારા અનુવાદીત પુસ્તક “પુનરાવતાર” પર પુસ્તક વાર્તાલાપ કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં ખ્યાતિ શાહ દ્વારા પુસ્તકના લેખક ટોલ્સટોય અને અનુવાદક માવજી કે. સાવલાનો પરીચય આપવામાં આવેલ અને ત્યાર બાદ “પુનરાવતાર” પુસ્તકનો ઉપસ્થિત શ્રોતાઓને રસાસ્વાદ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા લાઇબ્રેરીના સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવેલ.
- Advertisement -



