પાલિતાણા ભરવાડ સમાજ બીજ યુવક મંડળનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
- Advertisement -
પાલિતાણામાં દર વર્ષે પાલિતાણા સમસ્ત ભરવાડ સમાજ બીજ યુવક મંડળ દ્વારા ભરવાડ સમાજ ગોપાલ ધામ પાલિતાણાના ઠાકર મદિરની વર્ષ ગાંઠની ઉજવણી કરતા આવ્યા છે. પાલિતાણા ભરવાડ સમાજના ગોપાલધામના ઠાકર મંદિરની 23મી વર્ષ ગાંઠની ઉજવણીનું સમસ્ત ભરવાડ સમાજ બીજ યુવક મંડળ દ્વારા યોજવામાં આવેલ જયારે દર વર્ષની જેમ સવારે મંદિરની પૂજા અર્ચના તેમજ ધજા ચડાવામાં આવી હતી તેમજ બપોર બાદ સંતોના સામયા બાદ શોભાયાત્રા કાઢવામાં આવી જે નિજ માર્ગો પર ફરી નિજ મંદિરે સાંજે પોહચી હતી. જયાં મંદિરના પ્રાગણમાં પવિત્ર ઠાકર બાપાની જ્યોત સાથે ધાર્મિક સભા મહા પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમીયાન ઊપસ્થિત ઠાકર દુવારાના સંતો કાનજીભગત, રાજુભગત, છગનભગત લક્ષમણ ભગત, વિષ્ણુબાપુ, હિંમતબાપુ આદિ પધાર્યા હતા તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. તેમજ મહેમાનો અને દાતા પરિવારનું ભરવાડ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગ રૂપે પાલિતાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં બીજ યુવક મંડળના ભીખાભાઇ મેર, રાણાભાઈ ચોસલા તેમજ આર બી રાઠોડ અને મંડળના તમામ સભ્યોએ સારી એવી જહેમત ઉઠાવી હતી અને સૌનો આભાર માન્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું.