ઇઝરાયલ-હમાસના યુદ્ધની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ની તાત્કાલિક બેઠકમાં ગાઝામાં તુરંત યુદ્ધવિરામ માટે રજુ કરવામાં આવેલો પ્રસ્તાવ પસાર થઇ ગયો છે. ભારત સહિત 153 દેશોએ ગાઝામાં યુદ્ધવિરામના પક્ષમાં મતદાન કર્યું. 10 સભ્યોએ આ બાબતનો વિરોધ કર્યો, જ્યારે 23 સભ્યો ઉપસ્થિત રહ્યા નહોતા. યુદ્ધવિરામના પ્રસ્તાવ સાને મતદાન કરનાર દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચેક રિપબ્લિક, ગવાટેમાલા, ઇઝરાયલ, લાઇબેરિયા, માઇક્રોનેશિયા, નાઉરૂ, પાપુઆ ન્યૂ ગિની અને પરાગુઆ સામેલ છે.
આ પહેલા, મિસ્ત્રના રાજદૂત આબ્દેલ ખાલેક મહમૂદે ગાઝામાં યુદ્ધ વિરામ માટે યૂએન મહાસભામાં પ્રસ્તાવ રજુ કર્યો. મિસ્ત્રના પોતાના પ્રસ્તાવમાં ગયા સપ્તાહે સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામના આહ્વાન પર અમેરિકાના વિટો પાવરની નિંદા કરી હતી. મહમૂદે કહ્યું કે, યુદ્ધવિરામના આહ્વાન પર આ પ્રસ્તાવ બહુ જ સ્પષ્ટ છે. ગયા અઠવાડીયે માનવીય આધાર પર યુદ્ધવિરામ મસૌદા પ્રસ્તાવ સામે વીટોનો ખોટો ઉપયોગ કર્યો હતો, જ્યારે આ 100થી વધારે સભ્ય દેશોનું સમર્થન મળ્યું હતું.
- Advertisement -
રૂચિરા કંબોજે ભારતનો પક્ષ રાખ્યો
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે, ભારતે યૂએન મહાસભા દ્વારા અપનાવવામાં આવેલા પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે, જ સ્થિતિ પર વિચાર-વિમર્સ કરવામાં આવી રહ્યો છે, તે ઘણી ગંભીર બાબત છે. ગાઝામાં બહુ મોટું માનવીય સંકટ આવ્યું છે. મોટા પાયા પર નાગરિકોની મોત થઇ છે, જેમાંથી અડધી મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. બધી પરિસ્થિતિઓમાં આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું પાલન કરવાનો મુદો છે. સાથે જ લાંબા સમયથી ચાલી રહેલા પેલિસ્ટીનીનો મુદો એક શાંતિપૂર્ણ અને સ્થાયી બે-રાજ્યો સમાધાન શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભારત વર્તમાનમાં ક્ષેત્રની સામે હાજર કેટલાય પડકારોના સમાધાન માટે સમાન્ય પ્રયત્ન શોધવામાં આંતરરાષ્ટ્રીય સમુદાયની એકતાનું સ્વાગત કરે છે.