ચુંટણી પ્રક્રિયા અંગે વધતા વિવાદ વચ્ચે મહત્વનો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
- Advertisement -
દેશમાં પોતાની ચુંટણી સમયે મતદાન અને તેની આસપાસ સર્જાતા પ્રશ્ર્નોમાં જવાબ મેળવવા મતદાન-મતગણતરી સહિતની પ્રક્રિયાના સી.સી.ટી.વી. રેકોર્ડીંગ ફોટોગ્રાફી થાય છે તેમાં હવે ચુંટણીના પરિણામ જાહેર થવાના 45 દિવસ સુધી જ આ પ્રકારના સીસીટીવી ફુટેજ ફોટોગ્રાફી જાળવવા નિર્ણય લીધો છે.તે બાદ જો ચુંટણી પ્રક્રિયાને પડકારતી કોઈ ખાસ રીટ અરજી નહી થઈ હોય તો આ ફુટેજ ફોટોગ્રાફીનો નાથ કરી શકશે. ચુંટણીપંચે તેના તમામ રાજયોના ચુંટણી અધિકારીઓને તા.30 મે ના રોજ આ આદેશ આપ્યા છે. જેમાં હાલમાંજ આ પ્રકારની સીસીટીવી રોજના કેટલાક ગેરઉપયોગ થયા હોવાનું ચુંટણીપંચના ધ્યાનમાં આવ્યુ છે.
જો કે ચુંટણીપંચે સ્પષ્ટ કર્યુ છે કે ચુંટણી પ્રક્રિયાના વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી એ કાનુની રીતે આવશ્યક નથી પણ પંચ પોતાના આંતરિક સંચાલનના ભાગરૂપે આ તમામ પ્રક્રિયાનું સીસીટીવી રેકોર્ડીંગ અને ફોટોગ્રાફી કરાવશે.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં જે રીતે આખરી કલાકોમાં ભારે મતદાન નોંધાયુ તે પછી ખાસ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વારંવાર આ મુદો ઉઠાવે છે. ચુંટણીપંચ માને છે કે લાંબો સમય આ પ્રકારે સીસીટીવી ફુટેજ અને ફોટોગ્રાફ સાચવી રાખવાથી તેના ગેરઉપયોગની શકયતા વધુ રહે છે અથવા તેને કાનુની મુદા ઉઠાવીને તેમને ખોટી રીતે તેમાં ઘસડવામાં આવે છે.
- Advertisement -
આ અગાઉની ગાઈડલાઈન મુજબ નોમીનેશન પુર્વેના ફુટેજ ફોટોગ્રાફ ત્રણ માસ સાચવી રાખશે. નોમીનેશન એટલે કે ઉમેદવારીની જે સમગ્ર પ્રક્રિયા છે. જેમાં ઉમેદવારના નામોની આખરી જાહેરાત થાય છે તે અમલ સુધીના સીસીટીવી ફુટેજ ફોટોગ્રાફી ઉપરાંત પોલીંગ બુથ અંદર-બહારના લેવાતી ઈમેજ (મતદાન સમયની) અને બાદમાં સ્ટ્રોંગરૂમ જાળવણી તથા છેક મતગણતરીની પ્રક્રિયા ચુંટણીના તબકકા મુજબ છ માસથી 1 વર્ષ સુધી સીસીટીવી-ફોટોગ્રાફી વિ. જાળવવામાં આવતી હતી પણ હવે દરેક પ્રક્રિયાના 45 દિવસ સુધી આ પ્રકારે સલામત સ્ટોરેજ-જાળવણી થશે.જો કોઈ ચુંટણી સામે કાનૂની રીટ થાય તો તેને અદાલતના અંતિમ આદેશ સુધી જાળવવાના રહેશે. ચુંટણીપંચ વિવાદ વચ્ચે પણ આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે અને સીસીટીવી ફુટેજની જાહેર જનતા માટે ઉપલબ્ધી પણ હવે રહી નથી. હવે ફકત ચુંટણી સંબંધીત કાગળો જ જાહેર જનતા માટે ઉપલબ્ધ છે. સીસીટીવી ફુટેજ ફોટોગ્રાફ તેની મર્યાદામાં આવતા નથી.