તજજ્ઞો દ્વારા 100 ક્લાકની તાલીમ અપાશે: 24મી સુધી ટોક્ન શુલ્કે વહેલા તે પહેલાનાં ધોરણે રજિસ્ટ્રેશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સી.સી.ડી.સી. મારફત જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ સચોટ રીતે જુદાં-જુદાં વિષયોનાં તજજ્ઞો મારફત આપવામાં આવે છે.
હાલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર (મહિલા) વર્ગ-3 તથા પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)ની કુલ 3424 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. આ માટે ભરતીની જાહેરાતના અનુસંધાને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રાથમિક તબક્કાના કૌચીંગવર્ગ સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત ફક્ત મહિલાઓ માટે તા. 25-06-2024ને મંગળવારથી સી.સી.ડી.સી. ખાતે પ્રાથમિક પરીક્ષાના તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રાથમિક પરીક્ષાના તાલીમવર્ગના અભ્યાસક્રમમાં ભારતનું બંધારણ, ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, ક્વોન્ટીટેટીવ એપ્ટીટયૂડ અને રીઝનીંગ જેવા સિલેકટેડ વિષયોની સઘન તાલીમ આપવામાં આવનાર છે. ઉપરોક્ત તાલીમવર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો તા. 24-06-2024 સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સીસીડીસી બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી. પ્રુફ, છેલ્લી માર્કશીટ અને સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.