કાવેરી જળ વિવાદના મુદ્દે ખેડૂત સંગઠનોએ આજે બેંગલુ બંધનું એલાન આપ્યું છે.બીજી તરફ વધતા તનાવ વચ્ચે બેંગલુમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરની તમામ શાળા–કોલેજો બધં છે. ખેડૂત સંગઠનોએ ૨૯ સપ્ટેમ્બરે કર્ણાટક બંધનું એલાન આપ્યું છે. તમિલનાડુને પાણી આપવાના નિર્ણય સામે કર્ણાટકમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.કાવેરી જળ વિવાદને લઈને ફરી એકવાર દક્ષિણના બે રાયો વચ્ચે સંઘર્ષ થયો છે. તમિલનાડુ માટે કાવેરી નદીનું પાણી છોડવાને લઈને કર્ણાટકમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે. આ મુદ્દે આજે બેંગલુ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બેંગલુમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરની તમામ શાળા–કોલેજો પણ બધં રાખવામાં આવી છે.
ખેડૂત નેતા કુબુ શાંતાકુમારના નેતૃત્વમાં ખેડૂત સંગઠનોના મુખ્ય સંગઠન કર્ણાટક વોટર કન્ઝર્વેશન કમિટી અને અન્ય સંગઠનો દ્રારા બંધની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે સમગ્ર કર્ણાટકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તમિલનાડુને 15 દિવસ માટે 5000 કયુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ખેડૂત સંગઠનો અને કન્નડ સમર્થિત સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, તેમની સરકાર દેખાવકારોને રોકશે નહીં, પરંતુ શાંતિ અને વ્યવસ્થા જાળવવી જોઈએ.
- Advertisement -
સરકાર રાજયના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે– સીએમ સિદ્ધારમૈયા
સીએમ સિદ્ધારમૈયાએ એમ પણ કહ્યું કે રાય સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી દરમિયાન તેની નક્કર દલીલો રજૂ કરશે અને સરકાર રાયના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. કાવેરી મુદ્દે ભાજપ અને જનતા દળ–સેકયુલર પર રાજનીતિ કરવાનો આરોપ લાગ્યો છે. તામિલનાડુમાં ખેડૂત સંઘે રાય સરકારને વિનંતી કરી છે કે તેઓ આજે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્રારા યોગ્ય પગલાં ભરે. ખેડૂત નેતા કુબુ શાંતાકુમારે કહ્યું કે અમને બંધને લઈને ઘણી સંસ્થાઓ તરફથી સમર્થન મળ્યું છે અને અમે તેના પર આગળ વધીશું. આજે અમે બેંગલુના ફ્રીડમ પાર્કમાં વિરોધ કરીશું અને અમારી માંગણીઓ સાથે ત્યાં ધરણા કરીશું.
દેવેગૌડાએ પીએમ મોદીને પત્ર લખ્યો
જળ વિવાદ વચ્ચે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે તેઓ કાવેરી બેસિનના તમામ જળાશયોનો અભ્યાસ કરવા માટે એક બાહ્ય એજન્સીની નિમણૂક કરવા માટે જલ શકિત મંત્રાલયને આદેશ આપે. દેવેગૌડાએ આવી પરિસ્થિતિઓમાં તમામ સંબંધિત રાયોને લાગુ કરવા માટે યોગ્ય ફોમ્ર્યુલા બનાવવાની જરિયાત પર પણ ભાર મૂકયો હતો.