જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર વાહન ફસાઇ ગયા
- Advertisement -
જૂનાગઢમાં બે કામ ચાલી રહ્યાં છે. એક ભુગર્ભ ગટર અને બીજુ ગેસની લાઇનનું. બન્ને કામને કારણે રસ્તા ખોદી નાખવામાં આવ્યાં છે. અનેક સોસાયટી કે વિસ્તારમાં કામ પૂર્ણ થઇ ગયાનાં મહિનાઓ બાદ પણ રસ્તા રીપેર કરવામાં આવ્યા ન હતાં. પરિણામે જૂનાગઢની પ્રજા અસહ્ય પીડાનો સામનો કરી રહી છે.
જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ બાદ ઠેરઠેર વાહન ફસાઇ ગયા છે. જૂનાગઢમાં શનિવાર અને રવિવારનાં અનેક જગ્યાએ વાહન ફસાયા હતાં. એટલું જ નહી મહાનગર પાલીકાની ગાડી પણ ફસાઇ ગઇ હતી.એક સ્થળે સ્કુલ બસ પણ ફસાઇ ગઇ હતી.
- Advertisement -
જૂનાગઢમાં જે વિસ્તારમાં કામ થયા તે જગ્યાએ રસ્તા યોગ્ય રીતે રીપેર થઇ ગયા હોત તો વધુ મુશ્કેલી પડી ન હોત. જૂનાગઢમાંથી પસાર થાવ તો સાવધાન રહેતો. અહીં ઠેરઠેર જોખમ છે.