દેશમાં વધતા જતા સાયબર હુમલાના કિસ્સાઓમાં ભારતમાં ‘નો મની ફોર ટેરર’ વેબસાઇટ પર સાયબર હુમલા રોકવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા. એમ્સનું સર્વર હેક કરવા પહેલા હેકરોએ ગૃહમંત્રાલયની વેબસાઇટ હેક કરવાની કોશિશ કરી હતી.
દેશમાં સાયબર હુમલાના કિસ્સાઓમાં નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે. તાજેતરમાં દિલ્હીમાં AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ)ના ઈ-હોસ્પિટલ સર્વર પર મોટો સાયબર હુમલો થયો હતો. જેમાં વિદેશના હેકર્સ દ્વારા મોટા પાયે ડેટા ચોરીનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ આ મામલે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ અગાઉ ગયા મહિનાની શરૂઆતમાં, નવી દિલ્હીમાં આયોજિત ત્રીજા આંતરરાષ્ટ્રીય ‘નો મની ફોર ટેરર’ મંત્રી પરિષદ માટે તૈયાર કરવામાં આવેલી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વેબસાઇટને હેક કરવાનો પ્રયાસ કરાયો હતો. ભારતમાં ‘નો મની ફોર ટેરર’ https://nmftindia.gov.in/ વેબસાઇટ પર સાયબર હુમલા રોકવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે હેકર્સના અનેક પ્રયાસો બાદ પણ હેકર્સને સફળતા મળી નથી.
- Advertisement -
એનઆઈએ’એ વેબસાઈટને સુરક્ષિત રાખવા ખાસ વ્યવસ્થા ઉભી કરી
સૂત્રોના જણાવાયા અનુસાર વેબસાઈટ તૈયાર થયા બાદ સાઈબર એટેકનો પ્રયાસ કરાયો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ‘એનઆઈએ’એ વેબસાઈટને સુરક્ષિત રાખવા ખાસ વ્યવસ્થા ઉભી કરી હતી. જેને પગલે હેકર્સ દ્વારા વારંવારના પ્રયાસો છતાં, ‘NMFT’નો ભંગ થઈ શક્યો નથી. એટલું જ નહીં વેબસાઈટની સુરક્ષા વ્યવસ્થા દર કલાકે અપડેટ થઈ રહી હતી. AIIMS સર્વર પર હુમલા બાદ સરકારના જલ શક્તિ મંત્રાલય અને ‘સ્વચ્છ ભારત’ના ટ્વિટર પર પણ સાયબર હુમલો થયો હતો. જેને લઈને કલાકો સુધી બંને વિભાગોનું ટ્વિટર મૅસેજથી ઉભરાયુ હતું.
21મી સદીની ઘાતક ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજી આતંકવાદીઓ પાસે પણ ઉપલબ્ધ
- Advertisement -
આતંકવાદી જૂથો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને સાયબર સ્પેસને સારી રીતે સમજતાં હોવાનું NMFT કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ જનતાની સંવેદનશીલતા સમજીને તેનો પણ ઉપયોગ કરે છે. આજે આતંકવાદ સામેની લડાઈમાં સાયબર સ્પેસ એક મુખ્ય ભૂમિકા છે. 21મી સદીની ઘાતક ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજી આતંકવાદીઓ પાસે પણ છે. નાર્કોટિક્સ, ક્રિપ્ટો કરન્સી અને હવાલા જેવા સંગઠિત ગુનાઓ સાથે આતંકવાદીઓ અને આતંકવાદી જૂથોની વધતી જતી કડીઓ આતંકવાદી ધિરાણની શક્યતાઓને અનેક ગણી વધારે છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદ અને આતંકી ધિરાણની તમામ ચેનલોને ઓળખવાનો અને આતંકવાદી ધિરાણ સામે વ્યવહારુ અને કાર્યક્ષમ રોડમેપ તૈયાર કરવાનો છે.
સાયબર હાઈજીન અંગે જાગૃતિનો અભાવ
દેશના લાખો લોકોને સાયબર સુરક્ષા વિશે જાગૃત કરનારા અગ્રણી સાયબર સુરક્ષા નિષ્ણાત રક્ષિત ટંડન કહે છે કે, PMથી લઈને અન્ય VVIP અને અન્ય સંસ્થાઓ સુધી, દેશમાં ટ્વિટર હેક થયું છે. હકીકતમાં, દેશમાં ‘સાયબર હાઈજીન’ વિશે લોકો એટલા જાગૃત નથી. લોકો વિવિધ પ્રકારના લોભને કારણે તે લિંક પર ક્લિક કરે છે. સાયબરનું જોખમ શરૂ થાય છે.