જ્યારે પણ તમે બિલિંગ કાઉન્ટર પર તમારા સામાનનું બિલ મેળવો, ત્યારે ખાસ ધ્યાન રાખો કે દુકાનદારે તમારા બિલમાં કેરી બેગનો ચાર્જ ઉમેર્યો નથી. આ માટે તમારે બિલ ચૂકવતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, જો તમારી પાસેથી કેરી બેગ માટે ચાર્જ લેવામાં આવે છે તો તમે ગ્રાહક ફોરમમાં તેની ફરિયાદ કરી શકો છો
તહેવારોની સિઝન શરૂ થતાં જ લોકો આ દિવસોમાં બજારમાં જોરદાર ખરીદી કરી રહ્યા છે. મોટી ઈ-કોમર્સ કંપનીઓ તેમના ગ્રાહકો માટે ફેસ્ટિવલ સેલ જાહેર કરી રહી છે. આજે પણ દેશમાં મોટી સંખ્યામાં લોકો દુકાનોમાંથી ખરીદી કરવા જવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં સરકારનું ગ્રાહક ફોરમ ગ્રાહકોના અધિકારોની સુરક્ષા માટે સમયાંતરે નવા નિયમો જાહેર કરતુ રહે છે. દેશમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ઘણા મોલ અને સ્ટોર્સ કેરી બેગના બદલામાં ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે.ક્ધઝ્યુમર ફોરમે બે વર્ષ પહેલા આદેશ જારી કર્યો હતો કે હવે કોઈ પણ દુકાનદાર ગ્રાહકો પાસેથી કેરી બેગ માટે ચાર્જ લેશે નહીં પરંતુ ઘણી કંપનીઓ ગ્રાહકો પાસેથી કેરી બેગનો ચાર્જ વસૂલી આ નિયમને અનુસરી રહી નથી. હાલમાં જ ક્ધઝ્યુમર ફોરમે દેશની સૌથી મોટી કંપની બિગ બજારને ગ્રાહકો પાસેથી કેરી બેગ માટે અલગથી ચાર્જ લેવા બદલ દંડ ફટકાર્યો છે. અગાઉ બે વર્ષ પહેલા ફોરમે કંપનીને રૂ.10,000નો દંડ ફટકારવાનો આદેશ આપ્યો હતો. આ સાથે ગ્રાહકને કેરી બેગ માટે 18 રૂપિયા અને માનસિક તકલીફ માટે 500 રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
- Advertisement -
ક્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 શું છે?
ગ્રાહકોના અધિકારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઘણા નિયમો બનાવ્યા છે અને ક્ધઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 પણ લાગુ કર્યો છે. આ નિયમ દ્વારા સરકાર દુકાનદારોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે. જો કોઈ ગ્રાહકે કોઈ દુકાનદાર કે કંપની સામે ફરિયાદ નોંધાવવી હોય તો તે આ ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઈ તમને અલગથી કેરી બેગ માટે પૂછે છે, તો તમે ફરિયાદ નોંધાવી શકો છો કારણ કે કેરી બેગ માટે પૈસા માંગવા એ સજાને પાત્ર છે.
કેરી બેગ માટે 20 રૂપિયા ચાર્જ કરનારા શોરુમવાળાને કુલ 38 હજારનો દંડ
કેરી બેગ માટે 20 રુપિયા અલગથી ચાર્જ કરનારા એક શોરુમને ગ્રાહક સુરક્ષા અદાલતે 13,000 રુપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, મુંબઈના કુર્લા વેસ્ટમાં આવેલા ફિનિક્સ મોલમાં બેગનું વેચાણ કરતી એસબેડા બ્રાન્ડનો એક શોરુમ આવેલો છે. જ્યાંથી રીમા ચાવલા નામના મહિલાએ 4 ઓગસ્ટ 2019ના રોજ ખરીદી કરી હતી. જોકે, તે વખતે તેમની પાસેથી કેરી બેગના અલગથી 20 રૂપિયા લેવાતા તેમણે ગ્રાહક સુરક્ષા અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ દાખલ થયા બાદ કંપની તરફથી આ આક્ષેપોનો કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો. દરમિયાન કોર્ટે ફરિયાદીએ કરેલા આક્ષેપોમાં તથ્ય જણાતા તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.