કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જનમાં 1 ટકો વધારો થવાની સંભાવના: જો આ વૃધ્ધિને રોકવામાં ન આવી તો ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવાના લક્ષ્યને હાંસલ કરવુ મુશ્કેલ બનશે
એક અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે કાર્બન પ્રદુષણ ઉચ્ચતમ સ્તરે પહોંચી જશે.કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જનમાં એક ટકાનો વધારો થવાની સંભાવના છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આ વૃધ્ધિને રોકવામાં નહિં આવે તો જલવાયું અસરથી બચવાના લક્ષ્યને હાંસલ કરવુ મુશ્કેલ બની જશે.
- Advertisement -
આંતર રાષ્ટ્રીય ઉર્જા એજન્સી (આઈઈએ)ના અનુસાર વર્ષ 2022 માં કાર્બન ઉત્સર્જન 321 મીલીયન ટનથી વધીને 36.8 બીલીયન ટનની નવી ઉંચાઈએ પહોંચી ગયુ, આ સંશોધન નોર્વેની જલવાયું અનુસંધાન સંસ્થા સિસેરોએ છેલ્લા બે દાયકાનાં ઉપલબ્ધ ડેટાના આધારે કર્યું છે.
ગત વર્ષે કોલસાથી સૌથી વધુ ઉત્સર્જન થયુ: સીસેરોનાં નિર્દેશક ગ્લેન પીટર્સે કહ્યું હતું કે ગત વર્ષે એકલા કોલસાથી કાર્બન ઉત્સર્જન 15.5 બીલીયન ટનથી નજીક હતું જે તેલ અને પ્રાકૃતિક ગેસ સહીત કોઈપણ અન્ય જીક્ષ્મ ઈંધણથી વધુ હતું. આ વર્ષે ડીસેમ્બરમાં યુએઈમાં સંયુકત જલવાયું વાર્તાની બેઠક યોજાનાર છે. એજન્ડામાં સૌથી ઉપર ભવિષ્યમાં જીવાશ્મ ઈંધણનાં ઉપયોગનાં બારામાં ચર્ચા થવાની આશા છે. જે કાર્બન પ્રદુષણનું મુખ્ય કારક છે.
પુર વાવાઝોડાની ઘટનાઓમાં થશે વૃધ્ધિ: પીટર્સે જણાવ્યું હતું કે આશા કે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન 2015 માં અને પછી કોરોના મહામારી દરમ્યાન પોતાના પોતાની ચરમસીમાએ પહોંચી જશે પરંતુ ત્યારે ઘટાડો દેખાયો હતો. હવે કાર્બનના સ્તરમાં વધારો ચાલુ છે. જો વૈશ્વીક તાપમાન 1.5 ડીગ્રી સેલ્સીયસથી ઉપર ચાલ્યુ ગયુ તો પુર, વાવાઝોડુ, દુકાળ, જેવી ઘટનાઓમાં વધારો થશે.
- Advertisement -
સૌથી વધારે કાર્બન ફેલાવતા દેશો: વિશ્વમાં સૌથી વધુ કાર્બન ફેલાવતા દેશોમાં ચીન સૌથી અવ્વલ છે. ચીનમાં 30.9 ટકા અને 10.7 મેટ્રીક ટન કાર્બન ફેલાવે છે. ત્યારબાદ અમેરીકા-12.5 ટકા, 4.7 મેટ્રીક ટન ભારત 6.7 ટકા, 2.4 મેટ્રીક ટન, રશીયા 4.6 ટકા, 1.6 મેટ્રીક ટન કાર્બન ફેલાવે છે. આ ઉપરાંત જાપાન 2.9 ટકા, ઈરાન 1.9 ટકા, અને જર્મની 1.7 ટકા કાર્બન ફેલાવે છે.
વાતાવરણમાં કાર્બન માટે જવાબદાર કારણ: સીમેન્ટ 1.6 ટકા, કોલસો 15.3 ટકા, ગેસ 7.8 ટકા, અને તેલ 12.5 ટકા જવાબદાર છે.