વિદેશી દારૂની 695 નંગ બોટલ તથા કાર સહિત કુલ 5.91 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
ધ્રાંગધ્રા તાલુકાના બાવળી રોડ પર ગત મોડી રાત્રે થયેલ જૂથ અથડામણમાં તાલુકા પોલીસન મોઢામાં બગાસું ખાતા પતાસું આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો જેમાં મંગળવારે મોડી રાત્રે થયેલ જૂથ અથડામણમાં એક જૂથ દ્વારા બીજા જૂથની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો આ આખોય ઘટના બાવળી રોડ પર બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચતા ત્યાં એક એક્સ.યુ.વી કાર જીજે 01 આર જે 3917 નંબર વાળી મળી આવી હતી આ કારને નુકશાન થયેલું હોવાનું નજરે પડતું હતું પરંતુ આ કારમાં વિદેશી દારૂ હોવાથી તાલુકા પોલીસ દ્વારા કાર પોલીસ મથક સુધી લઈ જવાઈ હતી. આ તરફ જૂથ અથડામણની કોઈ ફરિયાદ થઈ ન હતી પરંતુ ધ્રાંગધ્રા પોલીસ દ્વારા કારમાંથી મળી આવેલ 695 નંગ વિદેશી બોટલ કિંમત 91138 તથા કાર કિંમત પાચ લાખ રૂપિયા એમ કુલ મળી 5,91,138/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નીતિન મથુરભાઈ દલવાડી વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી આટોપી લેવાઈ હતી.