માધુપુર ગીરથી ટી.વી રીપેરીંગ કરી બાઈક ઉપર હડમતીયા ગીર જતાં બે લોકોને ગંભીર ઈજા: બંને જૂનાગઢ રીફર
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.13
તાલાલાથી આંકોલવાડી ગીર માર્ગ ઉપર સુરવા ગીર ગામ નજીક ફોરવીલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતા મોટર સાઇકલ સવાર બંને લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.
હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે ઈજા પામેલ અરવિંદભાઈ ગોરધનભાઈ મારકણા ઉ.વ.58,કિશોરભાઈ હંસરાજભાઈ કાલસરિયા ઉ.વ.58 રે.બંને હડમતીયા ગીર વાળા માધુપુર ગીરથી ટી.વી રીપેરીંગ કરાવી પરત મોટરસાયકલ ઉપર હડમતીયા ગીર ગામે જતા હતા ત્યારે સુરવા ગીર તરફથી પુરઝડપે આવતી ફોરવીલ ચાલકે ચૈતન્ય હનુમાનજી મંદિર પાસે મોટર સાઇકલ સાથે કાર અથડાતા મોટરસાયકલ ચાલકો રોડ ઉપરથી બાજુની ઝાડીમાં ફેંકાય ગયાં હતાં.આ બનાવની રાહદારીઓને જાણ થતા 108 એમ્બ્યુલન્સ મારફત બંનેને તાલાલા સરકારી હોસ્પિટલે લાવવામાં આવેલ..બંને લોકોને થયેલી ઈજાઓ ગંભીર હોય વધુ સારવાર માટે ફરજ પરના તબિબ ડો.હિરેન કારેલીયા એ જુનાગઢ રીફર કર્યા છે.અકસ્માત કરનાર ફોરવીલ રાતીધાર ગીર ગામની હોવાનું જાણવા મળે છે.આંકોલવાડી ગીર પોલીસ અકસ્માત ની વિગતો મેળવી રહી છે.