રાજ્યમાં ટેક્સટાઈલ પોલિસી જાહેર
નવી પોલિસીમાં ગ્રામીણ મહિલાઓને વધુ વેતન મળે એના પર ધ્યાન રખાયું: ગુજરાતના 5592 ઔદ્યોગિક એકમો માટે 1107 કરોડ રૂપિયાની સહાય જાહેર કરાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં દસ મહિના પછી આજે 15 ઓક્ટોબર (2024)ના રોજ 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી છે. આ પોલિસીમાં 10થી 35 ટકા કેપિટલ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. વ્યાજ પર સબસિડી જૂની પોલિસીમાં પાંચથી છ ટકા હતી તે 5થી 7 ટકા કરવામાં આવી છે. જ્યારે પાવર સબસિડી યુનિટદીઠ એક રૂપિયો કરાઈ છે. ગુજરાતના 5592 ઔદ્યોગિક એકમો માટે 1107 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. ટેક્સટાઈલ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત કાપડના ઉત્પાદન અને વેપારનું ક્ધદ્ર રહ્યું છે. ડેનિમ કેપિટલ તરીકે પ્રખ્યાત છે. 2012માં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં 35 હજાર કરોડનું રોકાણ થયું હતું. પોલિસીને કારણે રાજ્યમાં કાપડ ઉદ્યોગને વેગ મળ્યો. ગુજરાત ટેક્સટાઈલમાં દેશમાં 25 ટકા ફાળો આપે છે. આજે ટેક્સટાઈલ પોલિસી 2024 જાહેર કરી છે. નવી પોલિસી દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન રાખવામાં આવ્યું છે. 30 હજાર કરોડ રોકાણ આવવાની સંભાવના છે. કપાસ ઉત્પાદક ખેડૂતો અને યુવાનોમાં રોજગારી પૂરી પાડશે. નવસારીમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બની રહ્યું છે. 31 ડિસેમ્બર-2023ના રોજ ટેક્સટાઈલ પોલિસી લેપ્સ થઈ ગઈ હતી. આ પોલિસી પાંચ વર્ષ માટે 2019માં જાહેર કરવામાં આવી હતી. જેમાં કેપિટલ સબસિડીની જોગવાઈ ન હતી. વ્યાજ પર સબસિડી અને પાવર પર સબસિડી આપવામાં આવી હતી. આ વખતે પહેલી વખત સરકારે કેપિટલ સબસિડીની પણ જોગવાઈ કરી હોવાથી વ્યાજ ઉપરાંત એડિશનલ સબસિડીને કારણે કાપડના વેપારીઓને ફાયદો થવાના આસાર છે. ઉદાહરણથી સમજીએ તો કાપડ ઉદ્યોગકારે 100 રૂપિયાનું રોકાણ ટેક્સટાઈલ પાછળ કર્યું હોય તો રૂ.40 સરકાર દ્વારા સબસિડી રૂપે આપવામાં આવશે. 1 વર્ષમાં સુરતના 160 ટેક્સટાઈલ યુનિટો નવાપુરમાં સ્થપાયાં, વર્ષ 2019માં ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઈલ પોલિસી જાહેર કરાઈ હતી.
ચેમ્બર ઓફ કોમર્સ પણ વિચારી રહ્યું છે કે, સ્કિલ ડેવલોપમેન્ટ માટે પોતે સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર શરૂ કરે જેથી કરીને અહીં મશીન ઉપર કામ કરી શકાય અને અનુભવ મેળવી શકાય. સ્કિલ લેબર ઊભા કરવાની જવાબદારી આપણી અને સરકારની છે, એ દિશામાં કામ હવે શરૂ થઈ જશે. સુરતના ઉદ્યોગપતિઓ પણ હવે ગાર્મેન્ટ તરફ આગળ આવી રહ્યા છે. સુરતના એક ઉદ્યોગપતિએ 1000 જેટલાં મશીન ગાર્મેન્ટ તૈયાર કરવા માટેનાં નાખ્યાં છે. જે બતાવે છે કે, હવે ઉદ્યોગપતિઓ પણ ગાર્મેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરવા માટે રસ દાખવી રહ્યા છે. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મહત્ત્વની બાબત કાપડ છે, જે માત્ર સુરતમાં તૈયાર થાય છે. જેથી કરીને ઉદ્યોગપતિઓ પણ હવે આ દિશામાં આગળ આવશે અને આવું જ પડશે. કારણ કે, ટેક્સટાઇલ ઉદ્યોગમાં ટકશે તો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર સ્કિલ બેઝ રાખીને મેન્યુફેક્ચરિંગ કરવું પડશે.
- Advertisement -
2019ની પોલિસીમાં શું હતું?
2019ની ટેક્સટાઈલ પોલિસીમાં 6 ટકા ઈન્ટરેસ્ટ સબસિડી વાર્ષિક 20 કરોડની કેપ સાથે, નવા રોકાણ પર ઉદ્યોગકારોને 2થી 3 રૂપિયા પાવર સબસિડી, પ્લાન્ટ મશીનરીનું 25 ટકાથી વધુનું એક્સાપન્શન કરવા પર જ સબસિડી, એનર્જી વોટર ઓડિટમાં 50 ટકા લેખે વધુમાં વધુ 1 લાખ સુધીની સબસિડી, નાની મશીનરીઓની ખરીદી પર 20 ટકા લેખે વધુમાં વધુ 30 લાખ સુધીની સબસિડી આપવામાં આવી હતી.



