કેનેડાના PM માર્ક કાર્નેએ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોની ટીકા કરતાં કહ્યું, કેનેડા ક્યારેય કોઈપણ સ્વરૂપમાં અમેરિકાનો ભાગ નહીં બને.
તમે ટ્રમ્પને ક્યારે મળશો?
- Advertisement -
માર્ક કાર્નીનો શપથ ગ્રહણ સમારોહ રાજધાની ઓટ્ટાવાના રીડો હોલમાં યોજાયો હતો. આ પછી તેઓ હોલની બહાર આવ્યા અને લોકોને સંબોધિત કર્યા. તેમણે કેનેડાને જોડવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને નકારી કાઢતા કહ્યું, કેનેડા મૂળભૂત રીતે એક અલગ દેશ છે. તેમણે એમ પણ કહ્યું કે, કેનેડા અમેરિકા પાસેથી આદરની અપેક્ષા રાખે છે. કોર્નીએ કહ્યું કે, હવે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને ત્યારે જ મળશે જો તેઓ કેનેડાની સાર્વભૌમત્વનો આદર કરશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે, તેમની સરકાર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે મળીને કામ કરવાના રસ્તા શોધી શકશે.
માર્ક કાર્નેએ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની તાજેતરની ટિપ્પણીઓનો પણ જવાબ આપ્યો હતો. માર્કો રુબિયોએ શુક્રવારે સવારે કહ્યું કે, જો કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનશે તો તે આર્થિક રીતે મજબૂત બનશે. આ અંગે કાર્નેએ કહ્યું, આવા નિવેદનો પાગલપન છે. આપણે ફક્ત એટલું જ કહી શકીએ છીએ.
કેનેડા અને અમેરિકા વચ્ચેના તફાવતો
- Advertisement -
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકા અને કેનેડા વચ્ચેના તફાવતો ચરમસીમાએ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વભરના દેશો સાથે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે અને કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. તેમણે કેનેડાને અમેરિકાનો ભાગ બનવા માટે ઘણી વખત ઓફર કરી છે.