-ભારત સાથેના સંબંધોમાં નવો તનાવ ઉમેરતી ટુડો સરકાર
ખાલીસ્તાની ત્રાસવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મુકીને વૈશ્ર્વિક સ્તરે આ મુદો પહોચાડવા તૈયારી કરી રહેલા કેનેડાએ હવે તેના નાગરિકોને ભારતની મુલાકાત સમયે કયા જવુ કયા નહી જવું સહિતની એડવાઈઝરી જાહેર કરતા બન્ને દેશો વચ્ચેનો તનાવ વધે તેવી ધારણા છે. ખાલીસ્તાની આતંકી હરદીપસિંહ લીજજરની હત્યામાં ભારતની સંભવિત સંડોવણી અને કેટલાક પુરાવા છે
- Advertisement -
તેવા વિધાન બાદ કેનેડામાં ભારતીય દૂતાવાસમાં ‘રો’ ના એક સેશન હેડ ને કેનેડા છોડવા જણાવ્યું હતું અને ભારતે પણ કેનેડાની વધતી એજન્સીના એક ટોચના અધિકારી જે ‘અન્ડર-કવર’ જાસૂસ હતા. તેઓને પણ ભારત છોડવા જણાવ્યું છે. આમ ડિપ્લોમેટીક ગરમાગરમી વચ્ચે હવે કેનેડાના વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરીમાં તેમના દેશના નાગરિકોને ભારતની મુલાકાત સમયે જમ્મુ-કાશ્મીરમાં સલામતીની સ્થિતિ અંગે પ્રશ્ન ઉઠાવી આ રાજયની મુલાકાત નહી લેવા સલાહ આપી છે. આ એડવાઈઝરીમાં જણાવ્યું છે કે આ રાજયમાં ત્રાસવાદને અપહરણનો ખતરો છે.
આ ઉપરાંત આસામ અને મણીપુર પણ નહી જવા સલાહ આપી છે. કેનેડા સ્થિત શિખ સંગઠનોને ખાલીસ્તાની સહાનુભૂતિ ધરાવે છે. તેઓએ નિજજરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સી ‘રો’નો હાથ હોવાનો આરોપ મુકયો હતો અને તેઓએ કેનેડા વડાપ્રધાને આ અંગે તપાસની માંગણી કરતા પત્રો લખતા સમગ્ર વિવાદ ભડકયો હતો અને કેનેડાના વડાપ્રધાને પણ સંસદમાં આ અંગે ભારતની ભૂમિકા પર પ્રશ્નો સર્જીને તપાસમાં સહકાર માંગ્યો હતો તથા આ હત્યામાં ભારતીય દૂતાવાસના અધિકારી જેઓ ‘રો’ સાથે સંકળાયેલા છે તેઓને તાત્કાલીક કેનેડા છોડી જવા આદેશ આપ્યો હતો.
તપાસમાં સહયોગ માટે ભારત પર દબાણ વધારશું: કેનેડીયન વડાપ્રધાન ટુડો
ભારત પર ખાલીસ્તાની નેતાની હત્યામાં સંડોવણીનો આરોપ મુકનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડોએ સ્થાનિક અખબાર ‘ટોરન્ટ સ્ટાર’ સાથેની મુલાકાતમાં કહ્યું કે અમો ભારત સાથેના સંબંધોમાં તનાવ વધારવા માંગતા નથી પણ અમોએ જે મુદા ઉઠાવ્યા છે તેને ભારતે ગંભીરતાથી લેવા પડશે.