વાત્સલ્ય ફાઉન્ડેશન – મહેસાણા આયોજીત નગરપાલિકા ટાઉનહોલ મહેસાણા ખાતે સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ અને નાવિન્ય સભર રીતે શૈક્ષણિક કાર્ય કરનાર ગુરુજનોની પ્રતિભાની ઓળખ થાય અને પ્રોત્સાહન મળે એ આગવા ઉમદા હેતુથી ગુરુજનોના સન્માન માટે રાજ્યના શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાંથી મોરબી તાલુકાની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને ખાખરાળા ગામના વતની શિક્ષક અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાનું રાજ્યના શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અશોકકુમાર કાંજીયા દ્વારા કોરોના સમયે બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને ઓનલાઇન શિક્ષણની સાથે સાથે બાળકો જાતે જ સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે અભ્યાસક્રમ આધારિત નિયમિત રીતે ઓનલાઇન ટેસ્ટ બનાવવામાં આવતી હતી જે ટેસ્ટ ગુજરાતનાં મોટાભાગના જિલ્લાના બાળકો આપતા હતા. આ ઉપરાંત તેઓએ જીલ્લામાં વિવિધ પ્રકારના ઇનોવેશન અને વિવિધ મૂલ્યાંકન કામગીરી પણ કરેલ છે. શિક્ષણની સાથે સાથે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય તેમના આવા અનેક કાર્યોને લઈને તેમની પસંદગી કરવામાં આવી હતી.
રાજ્યના શિક્ષણમંત્રીનાં હસ્તે મોરબીની નાની વાવડી પ્રા. શાળાના શિક્ષકનું સન્માન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/08/2-38.gif)
Follow US
Find US on Social Medias