-23 વર્ષમાંજ ભારે ગરમીએ વિશ્વના અર્થતંત્રને 16 લાખ કરોડ ડોલરનું નુકશાન
-ગરમીથી બચવા માટેના ઉપાયોમાં વધુ વિજવપરાશથી કાર્બન ઉત્સર્જન વધશે: ગ્લોબલ વોર્મિંગ વધુ તિવ્ર બનશે
- Advertisement -
ભારતમાં આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે અને હવે જયારે નૈઋત્યના ચોમાસુ ભરપુર વરસે નહી ત્યાં સુધી આપણે ‘લુ’માં દાઝવાનું રહેશે પણ ‘લુ’ની આ લહેર ફકત માનવીને જ નહી દુનિયાની ઈકોનોમીને પણ દઝાડી રહી છે અને તે પણ ફકત ભારત નહી સમગ્ર વિશ્વ જયાં જયાં આ ‘લુ’ની લહેર છે કે જયાં તાપમાન સામાન્ય કરતા વધી ગયું છે ત્યાં ત્યાં આ પ્રકારની સ્થિતિ છે એ અત્યંત સામાન્ય છે કે ગરમી એ વ્યક્તિની કાર્યક્ષમતા પર અસર કરે છે અને અમેરિકાની ડાર્ટમાઉથ યુનિ. કોલેજના સર્વપ્રથમ ‘લુ’ની લહેરથી કામકાજના કલાકો ઘટે છે અને કાર્યક્ષમતા પર પણ અસર થઈ જાય છે.
ઉપરાંત સ્વાસ્થ્યની કૃષિ ક્ષેત્રમાં તેની જે નકારાત્મક અસર થાય છે તે પણ લાખો કરોડો ડોલરમાં છે. આ અભ્યાસ મુજબ 1990થી 2013 સુધીમાં લુ ગરમીથી વૈશ્વિક અર્થવ્યવસ્થાનો 16 ટ્રીલીયન ડોલરનું નુકશાન થયું છે અને ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટિએ જે વ્યક્તિગતથી સામુહિક નુકશાન થયું છે તેનો ભાગ્યે જ અંદાજ મળી શકે તેમ છે પણ આ અભ્યાસમાં જણાવાયુ હતું. આ 23 વર્ષના સમયગાળામાં 5.59 કરોડ બાળકોના સ્વાસ્થ્ય પર કાયમી અસર થઈ છે અને હવે ગરમી વધતા 200 કરોડથી વધુ બાળકો 2050 સુધીમાં આ ‘લુ’થી પ્રભાવિત થશે અને 42 વર્ષમાં યુરોપના દેશોને 7100 કરોડ ડોલરનું નુકસાન થયું છે.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય સંસ્થા કલાઈમેટ ટ્રાન્સપરન્સીના જણાવ્યા મુજબ 2021માં લુથી ભારતના અર્થતંત્રને 15900 કરોડ ડોલરનું નુકસાન થયુ છે અને વિશ્વ બેન્કનો રિપોર્ટ કહે છે 75% કામદારો પ્રભાવિત થયા છે. ‘લુ’ના કારણે કામકાજના કલાકમાં 9% સુધીનો ઘટાડો થાય છે. 1995માં આ આંકડો 6% હતો અને કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન પર અસર થઈ છે. વાસ્તવમાં ‘લુ’ ગરમીથી લોકોમાં સ્થળાંતર વધ્યુ છે અને ઓછા ગરમ દેશો ભણી જવા માંગે છે.
આ પ્રકારના પ્રચારના કારણે 2050 સુદીમાં 100થી300 કરોડ લોકો અન્યત્ર વસવાટ કરી શકે છે અને તે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર કરશે. 2030 સુધીમાંજ 30 કરોડ લોકો આ કારણેથી અન્યત્ર વસવાટ કરશે. મધ્યપુર્વ અને ઉતરી આફ્રિકામાં લુનો પ્રભાવ સૌથી વધુ જોવા મળ્યો છે અને ખાસ કરીને પીવાના પાણીની પણ સમસ્યા થશે અને તેના કારણે 50 કરોડ લોકોનું પલાયન થશે અને કોલ્ડચેઈન તુટવાથી ખાદ્યાન્ન પર અસર થશે અને કોલ્ડ સ્ટોરેજથી વાતાવરણ ઠંડુ રાખવાના કૃત્રિમ ઉપયોગથી કાર્બન ઉત્સર્જનની સમસ્યા વધશે અને ગ્લોબલ વોર્મિંગમાં વધારો થતા પર્યાવરણ સંબંધી સમસ્યાઓનો ગુણાકાર થતો રહેશે. કાઉન્સીલ ઓન ફોરેન રીલેશનના જણાવ્યા મુજબ 2050 સુધીમાં વિશ્વના 70% લોકો ‘લુ’થી ભારે પ્રભાવિત થશે અને ફકત ભારતમાંજ આ કારણે 2 કરોડ લોકોના જીવન પ્રભાવિત થશે.