દુનિયા સહિત ભારતમાં જલવાયુ પરિવર્તનનો વધતો દુષ્પ્રભાવ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
પુરી દુનિયાની જેમ ભારતમાં પણ જલવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યા છે. દેશના લગભગ 84 ટકા જિલ્લા ચરમ હીટવેવની ઝપટમાં છે. સાથે સાથે 70 ટકા જિલ્લામાં ચોમાસા દરમિયાન ચરમ વરસાદવાળી ઘટનાઓના બનાવો તીવ્રતાથી વધી રહ્યા છે.આઈપીઈ ગ્લોબલ અને ઈએસઆરઆઈ ઈન્ડિયાના સંયુક્ત રિપોર્ટ મેનેજીંગ મોન્સૂન્સ ઈ એ વોર્મિંગ કલાયમેટમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટને 1993 થી 2022 સુધીના દેશના અલગ અલગ પ્રદેશમાં તાપમાન અને વરસાદના આંકડાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.આઈપીઈ ગ્લોબલ વિ. એક આંતરરાષ્ટ્રીય વિકાસ પરામર્શ સમૂહ છે જે વિકાસશીલ દેશોને સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)ને પ્રાપ્ત કરવા માટે વિશેષજ્ઞ ટેકનીકલ સહાયતા અને સમાધાન આપે છે. રિપોર્ટ અનુસાર આ દાયકાઓમાં ચરમ સ્થિતિવાળા તાપ, વરસાદની આવૃતિ, તીવ્રતા અને અનિશ્ર્ચિતતામાં વધારો થયો છે.ભારતમાં આ ત્રણ દાયકા (1993-2023)માં માર્ચથી લઈને સપ્ટેમ્બર એટલે કે સતત 7 મહિના સુધી દર વર્ષે ચરમ હિટવેવ વાળા દિવસોમાં 15 ગણો વધારો થયો છે. જયારે વીતેલા એક દાયકામાં એકસ્ટ્રીમ (ચરમ) હિટવેવ દિવસોમાં 19 ગણો વધારો થયો છે.
જો આ સ્થિતિ યથાવત રહી તો ભવિષ્યમાં ચરમ ઘટનાઓમાં માત્ર વધારો જ નહીં થાય બલકે આથી અસરગ્રસ્તોની સંખ્યા પણ વધી જશે.ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મેઘાલય અને મણિપુર ચરમ તાપ અને ચરમ વરસાદનો બેવડો માર ખાઈ રહ્યા છે. વર્ષ 2036 સુધીમાં દર 10માંથી 8 ભારતીયો ચરમ મૌસમી ઘટનાઓનો ભોગ બનશે.તાપમાનમાં વૃદ્ધિના કારણે વિનાશકારી વર્ષા અને અતિ ગરમી: સંશોધક અબિનાશ મોહંતીનું કહેવું છે કે વિનાશકારી વર્ષા અને અત્યધિક ગરમીનું હાલનું વલણ ગત શતાબ્દીમાં 0.6 ડીગ્રી સેલ્સીયસ તાપમાન વૃદ્ધિનું પરિણામ છે. હાલમાં જ કેરળમાં અનિયમિત વરસાદની ઘટનાઓથી ભૂસ્ખલન અને અચાનક ભારે વરસાદથી ભૂસ્ખલન અને અચાનક ભારે વરસાદથી થયેલી તબાહી પ્રમાણ છે કે જલવાયુ બદલી ગયું છે.અમારું વિશ્લેષણ બતાવે છે કે 2036 સુધીમાં દર 10માંથી 8 ભારતીય વ્યક્તિ ચરમ ઘટનાઓથી અસરગ્રસ્ત થશે. ઈએસઆરઆઈ ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર અગેન્દ્રકુમાર કહે છે કે તીવ્ર વરસાદની સાથે હીટવેવની વધતી આવૃતિ અને તીવ્રતાના કારણે જીવન, આજીવિકા અને પાયાગત માળખા પર મહત્વપૂર્ણ અસર પડી રહી છે.
હાલ દેશના 84% જિલ્લાઓ તીવ્ર હવામાનની ઘટનાઓથી અસરગ્રસ્ત બન્યા: તાપમાનમાં વધારાથી વિનાશકારી વરસાદ, ઠંડી અને ગરમી: હવામાનની તીવ્રતાથી જીવન, આજીવિકા, પાયાગત માળખા પર મોટી અસર પડી