IMFની મહત્વની આગાહી, જાપાન કરતાં પણ વધુ એટલે કે 5.36 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની જશે
દુનિયાભરમાં અત્યારે અર્થતંત્રની દ્રષ્ટિએ સંકટ કાળ ચાલી રહ્યો છે અને ભયાનક મંદી નિષ્ણાંતોને અરીસામાં દેખાઈ રહી છે અને આગાહીઓ થઈ રહી છે અને ચેતવણીઓ આપવામાં આવી રહી છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે આઈ એમ એફ દ્વારા ભારત માટે ખૂબ જ ઉત્સાહક પૂર્ણ આગાહી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય નાણા નિધિ ના અહેવાલમાં એવી આગાહી કરવામાં આવી છે કે નાણાકીય વર્ષ 2028 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે અને તેનું કદ જાપાન કરતાં પણ વધારે એટલે કે 5. 36 ટ્રિલિયન ડોલરનું થઈ જશે તેમાં કોઈ શંકા નથી કારણ કે અત્યારે ભારતની ગતિ સારી દેખાય છે જોકે પડકારો અને મુસીબતો પણ છે પરંતુ આગામી સમય તેના માટે ખૂબ જ ઉજવળ રહેવાનો છે. અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2021 22 ના સમયગાળા દરમિયાન બ્રિટનને પાછળ રાખીને વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર બનવામાં ભારત ભલે પાછળ રહી ગયું છે અને બ્રિટનને પાછળ છોડી શક્યું નથી પરંતુ આગામી સમય એટલે કે નાણાકીય વર્ષ 2028 સુધીમાં ભારતનો અર્થતંત્ર અદભુત પ્રગતિ કરશે અને ભારે વૃદ્ધિ થવાની છે અને તે વિશ્વનું ત્રીજા નંબરનો સૌથી મોટું અર્થતંત્ર બની જવાનું છે.
- Advertisement -
2023માં વૈશ્ર્વિક દર 3% અંદાજયો હતો તે ઘટાડીને હવે 1.9% કરવામાં આવ્યો
દુનિયા ખતરનાક આર્થિક મંદીની અત્યંત નજીક : વિશ્ર્વ બેંકની ચેતવણી
ભારત સહિત દુનિયાભરના દેશોમાં મોંઘવારી સહિતના પડકારો વચ્ચે આર્થિક મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે હવે આંતરરાષ્ટ્રીય નાણાનીધિ બાદ વિશ્વ બેંકે પણ ભયાનક મંદીની આશંકા દર્શાવી છે અને બહુ ટુંકાગાળામાં જ દુનિયાભરના દેશોને ભરડામાં લેશે તેવી ચેતવણી આપી છે. વિશ્વ બેંકના પ્રમુખ ડેવીડ માલપાસે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, વિશ્વનું અર્થતંત્ર મંદીની એકદમ નજીક છે અને ગરીબો માટે અત્યારથી જ પગલા લેવાની આવશ્યકતા છે. 2023માં વૈશ્વિત વિકાસ દર 3 ટકા અંદાજયો હતો તે ઘટાડીને હવે 1.9 ટકા કરવામાં આવે છે. જે દુનિયા આર્થિક મંદીની અત્યંત નજીક હોવાનું સૂચવે છે. દુનિયાભરમાં બેફામ મોંઘવારીની સમસ્યા ઉપરાંત રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી રહેલા વ્યાજદર અને વિકાસશીલ દેશોમાં મૂડીનો પ્રવાહ ઘટવાના કારણોસર ગરીબોને બહુ મોટો ફટકો પડી રહ્યો છે. આ તમામ બાબતો આર્થિક મંદી સુચિતાર્થ જેવી છે. બેંકો માટે મોટો પડકાર સર્જાવાની ભીતિ છે. વિકાસશીલ દેશોના લોકોને મદદરૂપ થવા વિશ્વ બેંક દ્વારા ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જુદા જદા દેશો સાથે વાતચીત પણ કરવામાં આવી રહી છે.