“આઝાદી કા અમૃત મહોત્સવ”
રાજકોટ – તા. ૧૧.૧૦.૨૦૨૧ થી ૧૩.૧૦.૨૦૨૧ દરમ્યાન “આઝાદી કા અમૃત મહોત્સવ – તથા રાષ્ટ્રીય પોસ્ટલ સપ્તાહ – ની ઉજવણી ના ભાગ રૂપે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે તા. ૧૪/૧૦/૨૦૨૧ (ગુરૂવાર) ના રોજ બીઝનેશ ડેવલપમેન્ટ ડે તરીકે ઉજવણી કરાશે જે અન્વયે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે આધાર અંગે મેગા ડ્રાઇવ યોજાશે. જેમાં તા. ૧૪મી ઓકટોબરના સવારે ૮-૩૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન નવા આધાર બનાવવા તેમજ આધારમાં સુધારા અંગેની કામગીરી કરવામાં આવશે. જેનો લાભ લેવા જાહેર જનતાને રાજકોટ હેડ પોસ્ટ ઓફીસના સીની. પોસ્ટ માસ્તર જે.આઇ.મન્સુરીની યાદીમાં જણાવાયું છે.