રાજકોટ-જેતપુર નેશનલ સિક્સલેન હાઇવેની કામગીરી મુદ્દે ગઇંઅઈંની ઓફિસે કોંગ્રેસનો હલ્લાબોલ
હાઇવેના કમરતોડ રસ્તાઓ અને ટ્રાફિક સમસ્યાનું તાકીદે નિરાકરણ માટે પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હાલના સમયમા સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ નેશનલ હાઈવે એવા ગઇં-27 રાજકોટ-જેતપુર માર્ગ પર ચાલી રહેલા સિક્સ લેનના કામના કારણે અસંખ્ય નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગકારો અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હાઇવે માત્ર એક બીજા શહેરોને જ જોડતો માર્ગ નથી પરંતુ એ રાજ્યના આર્થિક, ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસ માટે જીવાદોરી સમાન છે. આ માર્ગ રાજ્યના પશ્ચિમ ભાગથી આંતરરાજ્ય સંચાર અને વેપાર માટે કડી રૂપે કાર્ય કરે છે જેનું બાધિત થવું ગુજરાતના વિકાસલક્ષી એજન્ડા સામે વિઘ્નરૂપ બને છે. રોજ લાખો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે છતાં માર્ગ નિર્માણના કાર્યના કારણે અને કામ કરતી એજન્સી અને નેશનલ હાઇવે ઓથોરિટીના અયોગ્ય આયોજન, ગઇંઅઈંના નિયમોનો ભંગ અને લોકલ ટ્રાફિક તંત્રના અભાવને કારણે સૌરાષ્ટ્રવાસીઓને અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલો સમય થશે તે કહેવું મુશ્કેલ છે. આ બાબતે તમારા માધ્યમથી તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે. રાજકોટથી જેતપુરનું અંતર 70 કિલોમીટર છે. આ દરમિયાન બે ટોલ બૂથ આવે છે. જેમાં એક કારચાલક પાસેથી 45-45 રૂપિયા ઉઘરાવાઈ રહ્યા છે. બંને ટોલ બૂથની વાર્ષિક આવક 140 કરોડની આસપાસ છે, પણ વાહન ચાલકો આજે પણ સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત છે. “ભરૂડી ટોલ બુથની વાર્ષિક અંદાજિત આવક 100 કરોડ આસપાસ છે. જ્યારે પીઠડ ટોલ બુથની અંદાજિત વાર્ષિક આવક 40 કરોડ આસપાસ છે. જો કે, આમ છતાં દર વર્ષે ચોમાસુ આવે એટલે આ રસ્તાનું ધોવાણ થઈ જાય છે અને ટોલ ટેક્સ પૂરતો આપવા છતાં વાહનચાલકોને સારા રસ્તાની સુવિધા પણ મળી શકતી નથી. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીનો રસ્તાની સ્થિતિ પણ અતિ ખરાબ છે જે તાકીદે સુધારવામાં આવે. ગોંડલ ચોકડીના પુલ નીચે આવેલ જગ્યાઓ ઉપર બિનજરૂરીયાત ગાર્ડન બનાવેલા છે જેથી દુકાનધારકોના અને અન્ય લોકોના વાહનો રોડ ઉપર પાર્ક થવાની ગોંડલ ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જેથી પુલ નીચેથી જાળીઓ હટાવીને પાર્કિંગ સુવિધા ઊભી કરવામા આવે અને રાજકોટ -જેતપુર સિક્સલેન હાઈવેની કામગીરી ચાલુ છે ત્યારે જે ડાઇવર્જન રોડ બનાવ્યો છે તેની સ્થિતિ ખરાબ હોવાથી તેની મરામત કરી બંને સાઈડો પર બે બે લેનનો સ્મૂથ ટ્રેક ઊભી કરવામા આવે તે જરૂરી છે.
મુખ્ય મુદ્દાઓ
સમગ્ર હાઈવેના નિર્માણધીન રોડ પર તમામ ઓવરબ્રિજનું કામ એકસાથે શરૂ કરાતા વાહનચાલકોને ચારેકોર ડાઈવર્ઝનનો સામનો કરવો પડી રહ્યો છે.
એક સાઈડ થ્રી લેનની જરૂરિયાત ધરાવતા હાઇવે પર અતિ વ્યસ્તતા રહેતી હોય તેના નિર્માણના કામ અર્થે વૈકલ્પિક માર્ગ જે ઉભો કર્યો છે તે માત્ર સિંગલ લેનનો છે જેથી ટ્રાફિકની સમસ્યા થાય છે
ચોમાસામાં રસ્તાની અતિ બિસ્માર હાલતને કારણે કલાકોના સમયના ટ્રાફિક ચક્કાજામો અત્યંત થાય છે
રસ્તાઓ પર બારોબાર ગટર જેવી સ્થિતિ, પાણી ભરાવ, કાચા ડાઈવર્ઝન અને વાહનોની ગીચતાને વાહનચાલકોના જીવિને તંત્ર જોખમમાં મૂકે છે.
છેલ્લા બે મહિના દરમિયાન આ હાઈવે પર ગંભીર અકસ્માતોના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
કેન્દ્ર સરકારની નીતિ અનુસાર જો હાઇવેની સ્થિતિ બિસ્માર હોય અથવા બાંધકામ હેઠળ હોય, તો વાહનચાલકો પાસેથી ટોલ વસૂલવા પર પ્રતિબંધ છે છતા આ હાઇવે પર બે બે ટોલ પ્લાઝા.
ગઇંઅઈંના ગાઈડલાઈન મુજબ હાઈવેની 75% કામગીરી અધૂરા તબક્કે હોય તો ટોલ વસૂલી શકાતો નથી.
કેન્દ્ર સરકારના 2008ના નિયમ મુજબ બે ટોલપ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 60 કિમીનું અંતર હોવું જરૂરી છે. જો ઓછું હોય તો એ ગેરકાયદેસર ગણાશે અને તાત્કાલિક દૂર થવું જોઈએ.
રાજકોટ-જેતપુર હાઇવે પર માત્ર 35 કિમીના અંતરે બે ટોલ પ્લાઝા છે, જે નિયમનો ખુલ્લો ભંગ છે.
જ્યાં સુધી હાઇવેનુ કામ નિર્માણ હેઠળ છે, ત્યાં સુધી વાહનચાલકોને બંને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે.
એમ્બ્યુલન્સો ટ્રાફિક જામમાં કલાકો ફસાઈ રહી છે પરિણામે અનેક દર્દીનું સારવાર યોગ્ય સમયે ન મળવાથી મોત થાય છે.
હાઇવેના ખરાબ સંચાલનના કારણે થયેલી જાનહાનિ માટે ગઇંઅઈં અને કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાય છે.
અકસ્માતોના કિસ્સામા મૃતકોના પરિવારોને વળતર મળતું નથી અને સ્થળ પર કોઈ મેડિકલ ઈમર્જન્સી સુવિધાઓ ઉપલબ્ધ નથી.
હ કાયમી ધોરણે અપડાઉન કરીને અરસપરસ શહેરોમા અને તાલુકામા નોકરી કરતા લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે
હ ગઇંઅઈંના માર્ગદર્શિકા મુજબ દરેક વર્ક ઝોન સેફટી માટે કોન્ટ્રાકટરે મુજબ અવરજવર સુલભ બનાવી આપી દેવી જોઈએ.
હ અહીં કોઈ પણ જગ્યા પર પ્રોપર ટેબલ સાઇનેજ, લાઇટિંગ, વોચમેન કે ટ્રાફિક વલણચિહ્નો જોવા મળતા નથી.
હ સરકારી જમીન ઉપર અનેક હોટલો દબાણરૂપ ધંધા ચલાવી રહ્યાં છે છતાં કોઈ કાર્યવાહી ન થઈ.
હ સલામતીના તમામ નિયમોનું પાલન થાય તે માટે ગઇંઅઈં દ્વારા રેગ્યુલર મોનિટરિંગ કરવું જોઈએ.
હ જો કોઈ અકસ્માત થાય તો કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણવામાં આવે અને તેના પર દંડ/કાયદેસર કાર્યવાહી થઈ શકે.
હ ટોલ પ્લાઝા વચ્ચેના અંતરની ગઇંઅઈં નીતિ પ્રમાણે સમીક્ષા કરવામાં આવે, અને નિયમ વિરુદ્ધ કામ કરતા ટોલોને તાત્કાલિક સ્થગિત કરવામાં આવે.
હ ટ્રાફિક સમસ્યા હલ કરવા ટ્રાફિક પોલીસ, કોન્ટ્રાક્ટર અને ગઇંઅઈં વચ્ચે સંકલિત કમાન્ડ સેન્ટર બનાવવામાં આવે અને ખાસ ટ્રાફિક મોનિટરિંગ અભિયાન ચલાવવામાં આવે.