સૌથી વધુ 73,982 ટુ-વ્હીલ, 23,576 કાર અને 240 બસની નોંધણી થઈ
ગોલ્ડન- સિલ્વર નંબર લેવા માટે ઓનલાઈન ઓક્સનના કારણે કરોડોની આવક થઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા..05
માસ ટ્રાન્સપોર્ટેશનના અભાવે ખાનગી વાહનોની સંખ્યામાં થઇ રહેલા સતત વધારા અને ટ્રાફિકની સમસ્યા છતાં આરટીઓમાં વાહનની નોંધણી વધી રહી છે. રાજકોટ આરટીઓને 2023-24ના નાણાકીય વર્ષમાં 202 કરોડ રૂપિયાની વાહન નોંધણીની આવક થઇ છે. જે ગત વર્ષની તુલનાએ 31 કરોડ રૂપિયા વધુ છે. સૌથી વધુ 73,982 ટુ-વ્હીલ, 23,576 કાર અને 240 બસની નોંધણી થઈ છે. રાજકોટ છઝઘને નોંધણીની કમાણીમાં ગત વર્ષ કરતા બમ્પર વધારો થયો છે. તો બીજી તરફ વાહનના વેચાણમાં પણ રાજકોટ જિલ્લામાં સતત વધારો જોવા મળી રહયો છે. તેની સાથે રજીસ્ટ્રેશનની ઈનકમ પણ વધતી જોવા મળી રહી છે. વર્ષે 2022- 23ની સરખામણીએ આ વર્ષે છઝઘને રૂ.31 કરોડની વધુ આવક નોંધાઈ છે.
રાજકોટ RTOમાં વર્ષ 2022-23માં નોંધણીમાં રૂ. 1,71,62,21,882ની આવક થઈ હતી જ્યારે આ વર્ષે 2023-24ના નાણાકિય વર્ષમાં રૂ.31,23,65,954ના વધારા સાથે રૂ. 2,02,85,87,836ની આવક નોંધાઈ છે. તેમજ વર્ષ 2023-24માં કુલ 1,13,220 વાહનોની RTOમાં નોંધણી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ 79982, ટુ વ્હીલર 23576, ફોર વ્હીલર 4206 ગુડ્ઝ વ્હીલર, 240 બસ તેમજ 5,829 ટ્રેકટર- ટ્રોલી, 40 એમ્બ્યુલન્સ, 27 પ્રાઇવેટ સર્વિસીસ અને 4,731 થી- વ્હીલરની નોંધણી કરવામાં આવી છે. આ વાહનોની સાથે આ વર્ષે ઈલેકટ્રીક વાહનોનું ચલણ પણ વધ્યુ હોય તેમ ટોટલ વાહનોની નોંધણીમાં 5,966 ટુ-વ્હીલર સાથે કુલ 6,706 ઇલે.વાહનોના રજીસ્ટ્રેશનનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
વર્ષ 2023-24માં વાહનોની ખરીદી વધતાની સાથે RTOમાં નોંધણીની પ્રક્રિયામાં પણ વધારો જોવા મળ્યો હતો જેના કારણે ગત વર્ષ કરતા આ નાણાકિય વર્ષમાં રૂ.31 કરોડ જેટલો બમ્પર વધારો થયો છે. આ ઉપરાંત RTOમાં દરેક નવી ખુલતી ટુ-વ્હીલ અને ફોર- વ્હીલની સિરીઝમાં પોતાના પસંદગીના ગોલ્ડન- સિલ્વર નંબર લેવા માટે ઓનલાઈન ઓક્સનમાં ભાગ લઈ લાખો-કરોડોની બોલી લગાવતા હોય છે. જેના કારણે પણ RTOની આવકમાં વધારો થતો જોવા મળે છે. નાણાકિય વર્ષ 2023- ર4માં આ રીતે ચોઇસના નંબર મેળવવા માટે કુલ 29,4રર વાહનોના માલિકોએ ઓનલાઈન બીડમાં ભાગ લઈ પસંદગીના નંબર મેળવવા માટે બોલી લગાવી હતી. જેના કારણે છઝઘને તેમાંથી રૂ.15,03,36,000ની આવક થઈ હતી.