આમાં ક્યાંથી થાય વિકાસ..! સરકારી એજન્સીઓ વચ્ચે જ તાલમેલ નથી
‘કોટડા સાંગાણીની બસ કેમ મોડી થઈ છે’ તેવું પૂછતા એસ.ટી.ના અધિકારી આક્રમક થઈ ગયા!
- Advertisement -
ST તંત્રના અધિકારી રણજીતસિંહે કહ્યું, પત્રકાર હોય તો કંઈ ફેર ન પડે, મહાપાલિકામાં જઈને ફરિયાદ કર
ગાંધીનગર શું દિલ્હી પણ ફરિયાદ કરો, કોઇ મારું કશું બગાડી નહીં શકે!
તારી જિંદગી પણ બરબાદ કરી નાખીશ: રણજીતસિંહની ધમકી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લા-શહેરમાં ભારે વરસાદને લઈને રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. રસ્તા પર ખાડા પડી જતા એસ.ટી.બસ મોડી થતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પત્રકાર એસ.ટી.તંત્રના અધિકારીને બસ મોડી થતી હોવાની જાણ કરી તો તેમણે ઉડાઉ જવાબ આપ્યો કે, તમે પત્રકાર હો તો ભલે, એમાં કંઈ ફેર ન પડે. તું મહાનગરપાલિકામાં જઈને ફરિયાદ કર. રસ્તા ખરાબ છે એટલે બસ મોડી થશે. પત્રકારે ગાંધીનગર ફરિયાદ કરીશ તેવું પણ કહ્યું હતું જેના પ્રત્યુતરમાં એસ.ટી. અધિકારી રણજીતસિંહે કહ્યું કે, ગાંધીનગર શું દિલ્હી પણ ફરિયાદ કરો.
એસ.ટી.તંત્રના એક અધિકારીની વીડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં અધિકારી રણજીતસિંહની દાદાગીરી જોવા મળી રહી છે. આ અધિકારીએ એક પત્રકાર સાથે ગેરવર્તન પણ કરી રહ્યા છે. કોટડા સાંગાણી જવા માટેની બસનું પૂછતા અભદ્ર વર્તન કર્યું હતું. બસ કેમ મોડી થઈ છે તેવું પૂછતા અધિકારીના આક્રમક થઈ ગયા હતા અને ચાલ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં તારી સામે કેસ કરૂં તેવી ધમકી પણ આપી હતી અને કોલર પણ પકડી લીધો હતો. રણજીતસિંહે એવું પણ કહ્યું કે, બસ મોડી થાય તો મહાનગરપાલિકાને ફરિયાદ કરો તેવું કહ્યું હતું.