ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ક્રિપ્ટો ઉદ્યોગમાં ટકી શકવાની શક્તિ હોવાનું જણાય છે તેવા કોંગ્રેસ સમક્ષ કરેલા નિવેદન તથા બ્લેકરોક દ્વારા બિટકોઈન ઈટીએફ માટે કરાયેલા ફાઈલિંગને પરિણામે ક્રિપ્ટો માર્કટસમાં ગુરુવારે તેજીનો વમળ જોવા મળ્યો હતો અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન સતત ત્રીજા દિવસે વધી 30,000 ડોલરને પાર કરી એપ્રિલ બાદની ઊંચી સપાટીએ જોવાયો હતો.
પેમેન્ટ સ્ટેબલકોઈન્સ (એક પ્રકારની ક્રિપ્ટો કરન્સી)ને અમે નાણાંના સ્વરૂપ તરીકે જોઈ રહ્યા છીએ અને દરેક વિકસિત દેશોમાં નાણાની વિશ્વસ્નિયતા માટેનો સ્રોત ત્યાંની કેન્દ્રીય બેન્ક રહે છે. મજબૂત સરકારી ભૂમિકા હોય તો તે યોગ્ય જણાશે એવું અમે માનીએ છીએ એમ જેરોમ પોવેલે સેનેટ બેન્કિંગ સમિતિ સમક્ષ બે દિવસની જુબાની દરમિયાન જણાવ્યું હતું.ક્રિપ્ટોએસેટસ પર દેખરેખ રાખવા અમેરિકાની કેન્દ્રીય બેન્કની મજબૂત ભૂમિકા હોવી જરૂરી છે. બીજી બાજુ ઈન્વેસ્ટમેન્ટ કંપની બ્લેકરોક દ્વારા કરાયેલા યુએસ બિટકોઈન ઈટીએફ ફાઈલિંગને કારણે પણ ક્રિપ્ટોએસેટસને ટેકો મળી રહ્યો છે.
- Advertisement -
છેલ્લા સાત દિવસમાં મુખ્ય ક્રિપ્ટો બિટકોઈ વીસ ટકાથી વધુ વધી 30400 ડોલરની સપાટીએ જોવા મળ્યો છે જે એપ્રિલ બાદની ઊંચી સપાટી છે. આ ઉપરાંત અન્ય બીજી મોટી ક્રિપ્ટો એથરમનો ભાવ પણ વધીને 1925 ડોલર જોવા મળ્યો હતો. અન્ય ક્રિપ્ટોસ જેમ કે કારડાનો, ડોજકોઈન, સોલાનામાં પણ ચમક જોવા મળી હતી.
ક્રિપ્ટો એસેટસની કુલ માર્કેટ કેપ પણ સતત વધી રહી છે, અને છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ટકા જેટલી વધી 1.19 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી.
2021ની 69000 ડોલરની ટોચ બાદ બિટકોઈને બીજી વખત જ 30,000 ડોલરની સપાટી પાર કરી હોવાનું જોવા મળી રહ્યું છે.