રાજકોટના હરિહર ચોક પાસે A-ડિવિઝન પોલીસનું ઓપરેશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અન્વયે શહેર પોલીસે તૈયાર કરેલ લીસ્ટ મુજબ એક પછી એક આરોપીઓ સામે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસે મારામારી અને ધમકીના ગુનામાં પકડાયેલા આરોપીના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. રાજકોટ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન હસ્તકના ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરી ધોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે એ ડીવીઝનના પીઆઈ બી.વી.બોરીસાગર અને ટીમે હરિહર ચોક પાસે આવેલ દાતાર બાપુની દરગાહ પાસે ગેરકાયદે બાંધકામ કરી રહેતા ગુનેગાર સમીર દિલાવરભાઈ લિંગડીયાના જે અગાઉ કોન્ટ્રાકટરને માર મારી જાનથી મારી નાખવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોય તેની સામે પોલીસે કાર્યવાહી કરી ગેરકાયદે ખડકી દિધેલા મકાન પર બુલડોઝર ફેરવી દઈ નાશ કરી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.