હોસ્ટેલ રૂમને ઑફિસ તરીકે વેંચી મારનારા બિલ્ડર્સનું વધુ એક પરાક્રમ!
સિટી સ્કવેરનાં બિલ્ડરો વિરુદ્ધ રેરા અને કોર્પોરેશનમાં ફરિયાદ થશે, અન્ય પ્રોજેક્ટની પણ તપાસ જરૂરી
- Advertisement -
સિટી સ્કવેરનો સમગ્ર પ્રોજેક્ટ ક્ષતિગ્રસ્ત : સિટી સ્કવેરમાં શોપ-ઑફિસ લઈ છેતરાયેલાંઓએ બિલ્ડરો સામે બાંયો ચઢાવી
રાજકોટના અમીન માર્ગ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં આવેલા સિટી સ્કવેરનાં બિલ્ડરો જોલીઅલી વજીરઅલી હલાણી, યોગેશ ભુપત ઠુંમર, ભાવિન લલિત ભાલોડીયા અને પ્રદીપ ગોવિંદ પટેલ તથા શશીકાંત ઠુંમર દ્વારા આરએમસીમાં હોસ્ટેલ રૂમનો પ્લાન મૂકી તેને ઓફીસમાં ખપાવી વેંચી દેવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે ત્યારે સિટી સ્કવેરના બિલ્ડરો દ્વારા રચવામાં આવેલા વધુ એક કારસાનો પર્દાફાશ થયો છે. બિલ્ડરો જોલીઅલી વજીરઅલી હલાણી, યોગેશ ભુપત ઠુંમર, ભાવિન લલિત ભાલોડીયા અને પ્રદીપ ગોવિંદ પટેલ તથા શશીકાંત ઠુંમર દ્વારા સિટી સ્કવેરમાં પાર્કિંગની પૂરતી જગ્યામાં આપવામાં આવી નથી. સિટી સ્કેવરમાં રેરા અને કોર્પોરેશનના નિયમો મુજબનું બાંધકામ થયું નથી. સિટી સ્કવેરમાં દુકાન-ઓફીસ ખરીદનાર લોકો બિલ્ડર તરફથી છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. સિટી સ્કેવરમાં કેટલાંક ઓફિસ અને દુકાન લેનારાઓએ તેના બિલ્ડરો જોલીઅલી વજીરઅલી હલાણી, યોગેશ ભુપત ઠુંમર, ભાવિન લલિત ભાલોડીયા અને પ્રદીપ ગોવિંદ પટેલ તથા શશીકાંત ઠુંમર વિરુદ્ધ કાયદાકીય શસ્ત્ર ઉગામવવાનું નક્કી કર્યું છે.
- Advertisement -
ઓફિસનું કહી હોસ્ટેલનાં રૂમ પધરાવ્યા, પાર્કિંગની જગ્યા પણ પૂરી ન આપી!
સિટી સ્કવેરનાં બિલ્ડરો જોલીઅલી વજીરઅલી હલાણી, યોગેશ ભુપત ઠુંમર, ભાવિન લલિત ભાલોડીયા અને પ્રદીપ ગોવિંદ પટેલ તથા શશીકાંત ઠુંમરે સૌથી પહેલા તો સિટી સ્કવેરના બેથી સાત માળમાં હોસ્ટેલ રૂમનો પ્લાન પાસ કરી હોસ્ટેલ રૂમને ઓફિસમાં ખપાવી ગ્રાહકોને પધરાવી મોટી છેતરપીંડી આચરી છે. અહીંથી ન અટકતા વધુ પૈસા કમાવવા સિટી સ્કવેરનાં બિલ્ડરોએ પાર્કિંગની જગ્યામાં ગોબાચાળી કર્યાનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે. બિલ્ડરો દ્વારા સિટી સ્કવેરના બાંધકામમાં આ સિવાય પણ અસંખ્ય ક્ષતિઓ અને ષડ્યંત્ર રચેલા જોઈ શકાય છે. અહીં શોપ-ઓફિસ લેનારાઓ પાસે બિલ્ડરની પોલ ખુલી પડી જતા ધીમેધીમે શોપ-ઓફિસ કેન્સલ કરાવવાનું શરૂ થયું છે.